લુણાવાડાના ચારણ ગામે બાળલગ્ન અટકાવાયા

લુણાવાડા, ચારણ ગામ ખાતે પટેલિયા સમાજની દિકરીના લગ્ન હતા. જે સગીર હોવાની સુચના બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીને માહિતી મળતા પોલીસ સાથે ગામે જઈ ચકાસણી કરતા ત્યાં લગ્નની તૈયારી તેમજ તેમના સમાજ અનુસાર પાધડીની રસમ પણ કરવાની તૈયારી હતી. તે સમયે બાળલગ્ન પ્રતિબંધિત અધિકારી ભાર્ગવીબેન નિનામા દ્વારા ત્યાં સ્થળ ઉપર પહોંચતા બાળકી તેમજ સામે પક્ષના ડોકયુમેન્ટ સહિતના પુરાવો ચકાસતા જેનુ લગ્ન થઈ રહ્યુ હતુ તે બાળકી સગીર વયની હોવાના પુરાવા મળતા સમગ્ર લગ્ન બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી દ્વારા બંધ કરવામાં આવ્યુ હતુ. તેમજ જે પરિવાર લગ્ન કરવા જઈ રહ્યુ હતુ તેમની સાથે લેખિતની અંદર લગ્ન ન કરાવવા માટેની બાંહેધરી લખી તેમની કચેરી ખાતે બોલાવ્યા હતા. તેમજ બાળ લગ્ન અધિનિયમ હેઠળ જો સગીર બાળકીનુ લગ્ન થાય તો 2 વર્ષનો ગુનો તેમજ લગ્ન કરવવા ગુનાપાત્ર રહેશે.