અમદાવાદ, એક તરફી પ્રેમમાં પાગલ લોકો ક્યારેક એવું પગલું ભરી દેતા હોય છે કે, જીવનભર માટે પસ્તાવાનો વારો આવે છે. આ પ્રકારના અનેક બનાવો સામે આવ્યા હોવા છતાં કેટલાક લોકો હજી પણ જાણે કે સુધારવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે આવો વધુ એક કિસ્સો ગુજરાતમાં સામે આવ્યો છે. અમદાવાદના (Ahmedabad) સરદારનગરમાં સુરતની ગ્રીષ્મા જેવો બનાવ સામે આવ્યો છે. એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પરિણીતાના ગળા ઉપર છરી ઝીંક્યા છે.
યુવતીના લગ્ન થઈ ચૂક્યા હતા. જો કે પરિણીતા પતિથી અલગ પિયરમાં રેહતી હતી. જે દરમિયાન તેની એક યુવક સાથે મિત્રતા થઈ હતી. યુવક પરિણીતા સાથે લગ્ન કરવા માગતો હતો. પરિણીતાના પરિવારે ના પાડતા યુવકે તેના પર હુમલો કર્યો હતો.