ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં,૨૫ મે થી ૫ જૂન વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ટૂંક સમયમાં જીએસઇબી એસએસસી પરિણામ જાહેર કરે તેવી શક્યતા છે. મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત બોર્ડ ધોરણ ૧૨ સામાન્યપ્રવાહનું પરિણામ ૨૦૨૩ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

મળતી માહિતી અનુસાર ૨૫ મે થી ૫ જૂન વચ્ચે પરિણામ જાહેર કરવામાં આવશે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની કામગીરી અંતિમ તબક્કામાં છે. જેથી તેનું પરિણા મે મહિનાના અંતિમ સપ્તાહમાં અથવા તો જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી શકે છે. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયા બાદના ગણતરીના દિવસોમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવશે.

થોડા સમય પહેલા ધોરણ ૧૨ સાયન્સનું વર્ષ ૨૦૨૩ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયુ હતુ. ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે પરિણામ ઓછુ આવ્યુ છે. વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૬૬% આવ્યુ છે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓનું ૬૬.૩૨ ટકા અને નિયમિત વિદ્યાર્થીનીઓનું પરિણામ ૬૪.૩૨ ટકા આવ્યુ છે.આ વર્ષે ૮૩.૨૨ % સાથે મોરબી પ્રથમ સ્થાને આવ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ ૨૨ % સાથે છેલ્લા ક્રમે આવ્યુ છે.

ગુજરાતમાં ધોરણ ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ માર્ચ મહિનામાં લેવામાં આવી હતી. જેમાં રાજ્ય ભરમાંથી કુલ ૧૬.૫૦ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૦ બોર્ડમાં ૯,૫૬,૭૫૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૫,૬૫,૫૨૮, ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૨૬,૮૯૬, સંસ્કૃત પ્રથમના ૬૪૪, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહના ૪,૩૦૫, વ્યવસાયલક્ષી પ્રવાહના ૭૯૩ જ્યારે સંસ્કૃત માયમના ૭૩૬ વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જીએસઇબી ધોરણ ૧૦ ની પરીક્ષા ૨૦૨૩ માર્ચ ૧૪ અને ૨૮, ૨૦૨૩ ની વચ્ચે પરીક્ષા લેવામાં આવી હતી. જ્યારે જીએસઇબી ધોરણ ૧૨ ની પરીક્ષા ૨૦૨૩ વિજ્ઞાન પ્રવાહ માટે ૧૪ થી ૨૫ માર્ચ, ૨૦૨૩ અને સામાન્ય પ્રવાહ માટે માર્ચ ૧૪ થી ૨૯, ૨૦૨૩ ની વચ્ચે આયોજિત કરવામાં આવી હતી.