આઇસીસી રેન્કિંગ: કોહલી કરતા આયર્લેન્ડનો બેટર આગળ નીકળતા પાકિસ્તાન ચાહકોએ મજાક ઉડાવી

મુંબઇ, આઇસીસીએ વનડે રેન્કિંગની જાહેરાત કરી હતી. આ નવા જાહેર કરાયેલા રેન્કિંગમાં ભારતના સ્ટાર બેટ્સમેન કોહલી એક સ્થાન નીચે ખસક્યુ હતું. નવા રેન્કિંગ પ્રમાણે વિરાટ કોહલી કરતા આયર્લેન્ડનો ક્રિકેટર આગળ નીકળી ગયો છે જેને લઈને પાકિસ્તાન ચાહકોએ ટ્વિટર પર વિરાટ કોહલીની મજાક ઉડાવી હતી. ICCના  આ રેન્કિંગમાં પાકિસ્તાનના ત્રણ પ્લેયરને ટોપ ૫માં સ્થાન મળ્યું છે.

આઇસીસી દ્વારા જાહેર કરાયેલી વનડે ખેલાડીઓના રેન્કિંગમાં પાકિસ્તાનના ત્રણ પ્લેયરને ટોપ ૫માં સ્થાન મળતા અને આયર્લેન્ડનો ક્રિકેટર હેરી ટેક્ટર બે સ્થાન આગળ વધીને સાતમાં ક્રમે પહોંચી જતા વિરાટ કોહલી એક સ્થાન નીચે ગયુ હતું. આ કારણે પાકિસ્તાન ચાહકો ઉત્સાહમાં આવી ગયા હતા અને ટ્વિટર પર કેટલીક કોમેન્ટ કરીને સ્ટાર બેટ્સમેનની મજાક ઉડાવી હતી. પાકિસ્તાનના કેટલાક ચાહકોએ ઈમોજી મુકીને પણ મજાક ઉડાવી હતી.

પાકિસ્તાન ક્રિકેટ ચાહકો હંમૈશા કોહલીને ટ્વિટર પર ટાર્ગેટ કરતા રહેતા હોય છે. આ વખતે કોહલીથી આગળ આયરેન્ડનો ક્રિકેટર હેરી ટેક્ટર નીકળી જતા જાણે ચાહકોને વધુ એક મોકો મળી ગયો. વિરાટ કોહલીને ચોકલી જેવા શબ્દનો ઉપયોગ કર્યો હતો તો કોહલી બાબર આઝમના લેવલ સુધી નહી પહોંચી શકે તેમજ કોહલી કરતા ટેક્ટર વધારે સારો છે તેવી ટ્વિટર પર ઈમોજી સાથે પોસ્ટ કરી છે. જૂઓ ટ્વિટર પર કેટલાક ચાહકોએ આ રીતે વિરાટની મજાક ઉડાવી હતી.

આઇસીસી દ્વારા જાહેર કરાયેલી વનડે ખેલાડીઓની રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. નવા રેન્કિંગ મુજબ પાકિસ્તાનનો બાબર આઝમ પ્રથમ, પાકિસ્તાની બેટ્સમેન ફખર ઝમાન ત્રીજા અને ઈમામુલ હક ચોથા સ્થાને છે. વર્તમાન રેન્કિંગમાં પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એક સ્થાન નીચે ૮મા સ્થાને ઉતરી ગયો છે.