દિલ્હીમાં ચોરીની આશંકામાં માર મારી કિશોરની હત્યા, ૨ની ધરપકડ

નવીદિલ્હી, દિલ્હીમાં ન્યૂ સંજય અમર કોલોનીમાં ચોરીની આશંકામાં લોકોએ એક કિશોરની મારપીટ કરી હત્યા કરી નાખી છે. વીજળીના થાંભલા સાથે બાંધીને તેને ખૂબ જ ખરાબ રીતે લગભગ ૩ કલાક સુધી માર મારવામાં આવ્યો. ફર્શ બજાર પોલીસ સ્ટેશન પોલીસે આ મામલે FIR નોંધી છે.

બે આરોપીની ધરપકડપોલીસે ઘટનામાં સામેલ સમીર અને કલીમની ધરપકડ કરી છે. બાકીના આરોપીઓની તલાશ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, મંગળવારે સવારે ૬:૪૧ વાગ્યે પોલીસને સૂચના મળી હતી કે, ઘરમાં ચોરી કરતા એક વ્યક્તિને પકડી રાખવામાં આવ્યો છે. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો એક કિશોર બેભાન અવસ્થામાં પડ્યો હતો.

પ્રાપ્ત માહિતી પ્રમાણે રાત્રે ૩:૦૦ વાગ્યે તે એક ઘરમાં ચોરી કરવા ગયો હતો ત્યાં તેને પકડી લેવામાં આવ્યો હતો. તેને ઘાયવ અવસ્થામાં ડો. હેડગેવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ઈલાજ દરમિયાન તેનું મોત થઈ ગયુ હતું. પોલીસને માહિતી મળી છે કે, કિશોર ડ્રગ એડિક્ટ હતો. પિતા મૃત્યુ પામ્યા છે. પરિવારમાં માતા અને એક મોટો ભાઈ છે.

સંબંધીઓએ પોલીસને જણાવ્યું કે, કિશોર સોમવારે રાત્રે ૧૧:૩૦ વાગ્યે હેડગેવાર હોસ્પિટલ પાસે જમાવા માટે જવાનું કહીને ઘરની બહાર નીકળી ગયો હતો. સવારે છ વાગ્યે તેને ખબર પડી કે ન્યૂ સંજય અમર કોલોનીમાં કેટલાક લોકોએ તેને થાંભલા સાથે દોરડાથી બાંધીને ખૂબ માર માર્યો હતો. ૩ થી ૬ વાગ્યાની વચ્ચે તેને ખૂબ માર મારવામાં આવ્યો હતો જેમાં તેનું મોત નીપજ્યું હતું.