ચીનની કંપનીઓને ઝટકો, ભારતમાં ચાઇનીઝ ઉત્પાદનો ઉપર પ્રતિબંધ લાગશે

  • મોદી સરકારે ચાઇનીઝ મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે.

નવીદિલ્હી, ભારતને મેક ઇન ઇન્ડિયા બનાવા માટે મોદી સરકારે ચાઇનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો હતો.આ સાથે જ ચીનની કંપનીઓને ફરી એકવાર ઝટકો લાગવા જઈ રહ્યો છે.ત્યારે મોદી સરકારે ચાઇનીઝ મોબાઈલ અને લેપટોપ પર પ્રતિબંધ લગાવાનો નિર્ણય કર્યો છે.

આઇટી હાર્ડવેર સેગમેન્ટમાં પીએલઆઇ સ્કીમ દ્વારા મોદી સરકાર ચીનના વર્ચસ્વને ખતમ કરવાની યોજના બનાવી રહ્યું છે.નિષ્ણાતોનું માનવું છે કે આ યોજનાથી ભારતને આઇટી હાર્ડવેર સેગમેન્ટમાં મોટી સફળતા મળશે.સરકાર સ્માર્ટફોન, લેપટોપ અને તેનાથી સંબંધિત અન્ય ઉપકરણોને ભારતમાં જ બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે પીએલઆઇ સ્કીમ યોજના હેઠળ સરકારે ૧૭૦૦૦ કરોડના પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવની જાહેરાત કરી છે.આ યોજનાથી ભારતને આઇટી હાર્ડવેર સેગમેન્ટમાં મોટી સફળતા મળશે.

ચાઇનીઝ ઉપકરણો જેવા કે સ્માર્ટફોન, લેપટોપ અને તેનાથી સંબંધિત અન્ય ઉપકરણો પર પ્રતીબંધ લગાવી આવા ઉપકરણો ભારતમાં બનાવી મેડ ઇન ઇન્ડિયાને પ્રોત્સાહન આપવામાં આવશે.પીએલઆઇ સ્કીમ યોજના હેઠળ સરકાર ઉદ્યોગપતિઓને તમામ પ્રકારની સુવિધાઓ આપશે.જેથી તેઓ સરળતાથી ઉપકરણોનું ઉત્પાદન કરી શકે. અત્યાર સુધી ભારતમાં માત્ર એસેમ્બલિંગનું કામ થતું હતું.

આ યોજન હેઠળ કોઈપણ વ્યક્તિને ઉદ્યોગ સ્થાપવો હશે તો પણ તેમાં મદદરૂપ થશે. કંપનીઓના બિઝનેસ સેટઅપથી લઈને બાંધકામ પ્રક્રિયા સુધી પીએલઆઇ હેઠળ ભંડોળ પૂરું પાડવામાં આવશે.સરકાર ક્ષેત્રોમાં ઉત્પાદન લિંકને પ્રોત્સાહિત કરી રહી છે જેથી ભારત તે ક્ષેત્રોમાં આત્મનિર્ભર બની શકે. જેમાં અમારે હજુ પણ બીજા કોઈ દેશ પર આધાર રાખવો પડે છે. આ અંતર્ગત સરકારે મેડિકલ ઈક્વિપમેન્ટ્સ, સ્ટીલ, ઓટો જેવા સેક્ટર માટે પણ અનેક જાહેરાતો કરી છે. હવે આઇટી હાર્ડવેર સેક્ટર માટે કરવામાં આવેલી ૧૭૦૦૦ કરોડની જાહેરાત અનેક તબક્કામાં ઉપયોગમાં લેવાશે. આ રકમ ૬ વર્ષમાં ખર્ચી શકાય છે.

ભારતમાં મોબાઈલ, લેપટોપ અને અન્ય ગેજેટ્સની કિંમતોમાં પણ ઘટાડો થશે.સાથે જ રોજગારી આપવાનું પણ પ્રમાણ વધશે.અગાઉ સરકારે આઈટી હાર્ડવેર સેગમેન્ટમાં મળતી રકમમાં વધારો કર્યો છે. અગાઉ આ રકમ ૭,૩૫૦ કરોડ હતી. હવે તેને વધારીને ૧૭૦૦૦ કરોડ રૂપિયા કરવામાં આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ નિર્ણયથી દેશમાં લગભગ ૭૫,૦૦૦ સીધી નોકરીઓનું સર્જન થશે.