શંકરસિંહ વાઘેલાએ કહ્યું ધીરેન્દ્ર શાસ્ત્રી BJPનું માર્કેટિંગ છે : ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા.

  • ધીરેન્દ્ર શાસ્ત્રીના પ્રવાસ અંગે શંકરસિંહ વાઘેલાનું નિવેદન
  • ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ: શંકરસિંહ વાઘેલા
  • ધર્મના નામે ધતિંગ કરનારા ભૂખ્યા નથી રહેતા: શંકરસિંહ વાઘેલા

ગુજરાતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ વિવાદ વધી રહ્યો છે. આ તરફ હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું મોટું નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, શંકરસિંહ વાઘેલાએ આજે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું છે કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આ સાથે ઉમેર્યું હતું કે, દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. 

બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો આગામી દિવસોએ ગુજરાતમાં દિવ્ય દરબાર યોજાનાર છે. જેમાં સુરત, અમદાવાદ અને રાજકોટ ખાતે યોજાનાર આ દિવ્ય દરબારને લઈ દરરોજ નવી અપડેટ સામે આવી રહી છે. આ દરમિયાન આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બાબા બાગેશ્વરના ગુજરાત પ્રવાસને ભાજપનું માર્કેટિંગ ગણાવી દીધું છે. 

શું કહ્યું શંકરસિંહ વાઘેલાએ ? 
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર અંગે નિવેદન આપતા કહ્યું કે, ધીરેન્દ્ર શાસ્ત્રીનો ગુજરાત પ્રવાસે એ ભાજપનું માર્કેટિંગ છે. આપણાં દેશમાં ધર્મના નામે ધતિંગ કરનારા લોકો ભૂખ્યા નથી રહેતા. આ સાથે તેમણે કહ્યું કે, ધર્મનો રાજકીય ઉપયોગ ન કરવો જોઈએ. શંકરસિંહ વાધેલાએ કહ્યું કે, ભાજપ ખોટા ચમત્કારના નામે નાટક કરે છે, વૈજ્ઞાનિક યુગમાં આવા ધતિંગને અવકાશ ન હોય. 

ક્યા અને ક્યારે યોજાશે દિવ્ય દરબાર?

  • 26 અને 27 મેના રોજ સુરતના નિલગીરી મેદાન ખાતે.
  • 29 અને 30 મેના રોજ અમદાવાદના ઘાટલોડીયાના ચાણક્યપુરી ખાતે.
  • 1 જૂન અને 2 જૂનના રોજ રાજકોટના રેસકોર્સ મેદાનમાં.