- આજે સાંજે દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન
- મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ
- કોંગ્રેસ અગ્રણી ડો.હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાધેલાનું આમત્રંણ કાર્ડમાં નામ
- ભાજપના MP અને MLAના આમંત્રણ કાર્ડમાં નામો
રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાનાર છે. આ તરફ બાબાના આગમન પૂર્વે આજ સાંજે રાજકોટમાં દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ધઘાટન થવાનું છે. જોકે મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ પણ સામે આવ્યું છે. આ તરફ હવે એક બાજુ કોંગ્રેસ બાબાના દરબારને લઈ સવાલો ઊભા કરી રહી છે ત્યારે કોંગ્રેસ નેતાઓના નામ આમંત્રણ પત્રિકામાં જોવા મળતા મુદ્દો ગરમાયો છે.
રાજકોટના રેસકોર્સ મેદાનમાં 1 જૂન અને 2 જૂનના રોજ બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઇ રહ્યો છે. જેને લઈ હવે આયોજક સમિતિ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. મહત્વનું છે કે, બાબા બાગેશ્વરના દિવ્ય દરબારને લઈ રાજકારણ પણ ગરમાયું છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. આ તરફ આજે સાંજે યોજાનાર મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં મુખ્ય અતિથિમાં ભાજપ સાથે કોંગ્રેસ અગ્રણીઓ નામ હોવાનું સામે આવ્યું છે.
આમંત્રણ કાર્ડ પર કોંગ્રેસ અગ્રણીના નામ
રાજકોટમાં બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધઘાટનની આમંત્રણ પત્રિકામાં ભાજપની સાથે કોંગ્રેસ નેતાઓના નામ છે. જેમાં કોંગ્રેસ પ્રદેશ ઉપપ્રમુખ હેમંગ વસાવડા અને કોંગ્રેસ ગુજરાત પ્રદેશ જનરલ સેક્રેટરી ગાયત્રીબા વાઘેલાનું નામ છે. જોકે આ અગાઉ તાજેતરમાં જ કોંગ્રેસ દ્વારા બાબાના દરબારને લઈ સવાલો ઉઠાવ્યા હતા. આ તરફ હવે કોંગ્રેસ નેતાઓના જ નામ પત્રિકામાં હોઇ અનેક સવાલો ઊભા થયા છે.
રાજકોટમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
બાબા ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી રાજકોટ પણ આવી રહ્યા છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે. જેને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી 1 જૂન અને 2 જૂનના રોજ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દરબાર ભરાશે. આમ ગુજરાતના ત્રણ મોટા શહેરો ખાતે બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર યોજાઈ રહ્યો છે. તો બાબાનો વિરોધ કરીને પડકાર પણ ફેંકવામાં આવી રહ્યો છે
શું કહ્યું હતું કોંગ્રેસ નેતાએ ?
કોંગ્રેસ નેતા હેમાંગ રાવલને ધીરેન્દ્ર શાસ્ત્રીને સમર્થન કરતા કહ્યું કે બાગેશ્વર બાબા પોતે હનુમાનજીનું સ્વરૂપ છે. તેમજ બાબા બાગેશ્વર અને ધીરેન્દ્ર શાસ્ત્રીને અલગ રાખવાની જરૂર છે. મધ્યપ્રદેશમમાં લાખો લોકો દર્શન કરવા જાય છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ પણ બાગેશ્વરધામ જાય છે. કોંગ્રેસને કર્ણાટકમાં પણ બજરંગબલીના આર્શીર્વાદ મળ્યા છે. બાગેશ્વર ધામમાં મારી અંગત શ્રદ્ધા છે.