કર્ણાટક સરકારના સંભવિત મંત્રીઓની યાદીમાં સતીશ જારકીહોલી, લક્ષ્મણ સાવડી, આરબી થિમ્માપુરા જેવા અનેક નેતાઓના નામ સામેલ

બેંગ્લુરુ, કર્ણાટકમાં આગામી મુખ્યમંત્રી કોણ હશે? તેનું ચિત્ર હવે લગભગ સ્પષ્ટ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા સિદ્ધારમૈયાનું નામ મુખ્યમંત્રી પદ માટે સામે આવ્યું છે જ્યારે કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવી રહ્યા છે. જો કે હજુ સુધી આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ૧૩ મેના રોજ કોંગ્રેસે રાજ્યમાં જંગી જીત મેળવી હતી. ત્યારથી મુખ્યમંત્રી પદને લઈને બંને નેતાઓ વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલી રહી હતી.

હવે આ ઝઘડા પર વિરામ લાગે છે. હાઈકમાન્ડ તરફથી સત્તાવાર લીલી ઝંડી મળ્યા બાદ ૨૦મીએ શપથ ગ્રહણ સમારોહ યોજાશે જેમાં કર્ણાટકના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી મંત્રીમંડળની સાથે શપથ લેશે. દરમિયાન TV9  ભારતવર્ષ પાસે કર્ણાટક સરકારના સંભવિત મંત્રીઓની યાદી છે. જેમાં સતીશ જારકીહોલી, લક્ષ્મણ સાવડી, આરબી થિમ્માપુરા જેવા અનેક નેતાઓના નામ સામેલ છે.

સિદ્ધારમૈયા કેબિનેટમાં સંભવિત મંત્રીઓની યાદી:-

બેલગામ  લક્ષ્મણ સાહદી, લક્ષ્મી હેબ્બલકર, સતીશ જરકીહોલી બાગલકોટ  આરબી થિમ્માપુરા બીજાપુર  એમ.બી. પાટીલ, શિવાનંદ પાટીલ, યશવંત રાયગૌડા પાટીલ કલાબુર્ગી  પ્રિયંક ખડગે, અજય સિંહ, શરણ પ્રકાશ પાટીલ રાયચુર  બસનાગૌડા થુરુવિહાલા/હમ્પનાગૌડા બથેરલી યાદગીરી  શરણપ્પા દર્શનપુર બિદર  રહીમ ખાન, ઈશ્ર્વર ખંડ્રે કોપ્પલ  રાઘવેન્દ્ર હિતલ, બસવરાજ રેરેડ્ડી ગડગ  એચ.કે. પાટીલ ધારવાડ  વિનય કુલકર્ણી, પ્રસાદ અભય/સંતોષ લાડ ઉત્તરા કન્નડ  ભીમન્ના નાયક હાવેરી  રુદ્રપ્પા લામાણી બેલ્લારી  તુકારામ, નાગેન્દ્ર ચિત્રદુર્ગા  રઘુમૂત દાવનગેરે  શામનુર શિવશંકરપ્પા / એસએસ મલ્લિકાર્જુન શિમોગા  મધુ બંગરપ્પા, બીકે સંગમેશ ચિક્કામગાલુરુ  ટી.ડી. રાજેગૌડા તુમકુર  ડૉ.જી. પરમેશ્ર્વર, એસ.આર. શ્રીનિવાસ, કેએન રાજન્ના ચિક્કાબલ્લાપુર  સુબ્બરેડ્ડી કોલાર  રૂપ શશિધર / નારાયણ સ્વામી બેંગ્લોર  કેજે જ્યોર્જ/ રામલિંગા રેડ્ડી, હેરિસ, એમ. કૃષ્ણપ્પા, દિનેશ ગુંદુરાવ, ઝમીર અહેમદ ખાન મંડ્યા-એન ચેલુવરાય સ્વામી દિલ્હી વિશેષ પ્રતિનિધિ: પી.એમ. નરેન્દ્ર સ્વામી મેંગલુરુ-UT ખાદર મૈસુર-એચસી મહાદેવપ્પા/તનવીર શેઠ ચામરાજનગર-પુત્તરંગશેટ્ટી કોડાગુ- એએસ પોન્નાના બેંગ્લોર ગ્રામીણ- કે. મુનિયપ્પા

સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર બુધવારે સાંજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. કોંગ્રેસના ટ્વિટર હેન્ડલ પર રાહુલ ગાંધીને “જનતાના નેતા” તરીકે વર્ણવતા બંને નેતાઓ સાથેની તસવીરો પણ શેર કરવામાં આવી છે.