ધોધંબા તાલુકાના ગોદલી ગામે બાળ લગ્ન થાય તે પહેલા લગ્ન પ્રતિબંધક અધિકારી બાળ સુરક્ષા પોલીસ ટીમે અટકાવ્યા

  • છોકરા-છોકરીના માતા-પિતા પાસે બાળ લગ્ન ન કરવા સોગંદનામું કરાવ્યું.

ધોધંંબા, ધોધંબા તાલુકાના ગોદલી ગામે બાળ લગ્ન થઈ રહ્યા હોય તેવી માહિતીના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી રાજગઢ પોલીસ, સમાજ સુરક્ષા એકમ દ્વારા સ્થળ ઉપર પહોંચીને વડીલોને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 સમજ આપી છોકરા-છોકરીના માતા-પિતા અને સાક્ષીઓ બાળ લગ્ન અટકાવવા સોગંદનામું કરવામાં આવ્યું.

ધોધંબા તાલુકાના ગોદલી ગામે બાળ લગ્ન થનાર હોય તેવા કેશ ચાઈલ્ડ લાઈન પંચમહાલ ખાતે આવેલ હતો. જેના આધારે ચાઈલ્ડ લાઈન ટીમ દ્વારા રાજગઢ પોલીસ, બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જીલ્લા બાળ સુરક્ષા એકમ સાથે ધોધંબાના ગોદલી ગામે ગંદી ગામેથી જાન આવી હોય અને ડી.જે.ના તાલે જાનૈયા નાચતા હતા. જાન ક્ધયા પાસે આવી ગયેલ હતી. ત્યારે પોલીસ સાથે અધિકારીઓની ટીમ પહોચતા જાનૈયામાં નાસભાગ મચી જવા પામી હતી. ગોદલી ગામની છોકરીનું ગુંદી ગામના છોકરાના બાળ લગ્ન થાય તે સ્થળે પોલીસ સાથે ટીમની એન્ટ્રી થતાં મંડપ ખાલીખમ થઈ ગયો હતો. જાન પરણ્યા વગર પાછી ચાલી ગઈ હતી. હાજર આગેવાનો, વડીલો ક્ધયા પક્ષ અને વર પક્ષના માતા-પિતાને બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 કાયદાની સમજ આપતાં વડીલો બાળ લગ્ન અટકાવવા મંજુર થતાં છોકરા-છોકરીના માતા-પિતા તથા બન્ને પક્ષના સાક્ષીઓ સાથે ગોધરા ખાતે બોલાવી બાળ લગ્ન અટકાવવા સોગંદનામું કરવામાં આવ્યું.