હાલોલ, હાલોલ બાયપાસ રોડ ઉપર એકાંતના બેનર હેઠળ ચાલતી સિને ઇન્ડિયા થિયેટરમાં ફાયારસેફ્ટીના સાધનો ન હોવાથી પ્રેક્ષકોના માથે જીવનું જોખમ આગ લાગે ત્યારે કૂવો ખોદવા જવું પડે તેવા થિયેટરના હાલ છે.
હાલોલમાં રોજબરોજ આગના બનાવો બને છે. જેમાં કંપનીઓ પાસે ફાયર સેફ્ટી હોવા છતાં આવા બનાવો બનતા કર્મચારીઓએ જીવ ગુમાવ્યા છે. ત્યારે પાવાગઢ વિરાસત વન જવાના બાયપાસ માર્ગ ઉપર સિને ઈન્ડિયા નામનું થિયેટર આવેલું છે. જેમાં પ્રેક્ષકોને આગ થી રક્ષણ આપી શકાય તેવા કોઈ સંસાધનો નથી. અહીં મનોરંજન માટે ફિલ્મો નિહાળવા આવતા પ્રેક્ષકોને માથે જાણે મોત ભમી રહ્યું છે. ભગવાનના કરે અને જો આગ લાગવાની ઘટના બને તો આ થિયેટરમાં મોટી દર્દનાક ઘટના બને તે વાતને નકારી સકાય નહિ ત્યારે આ થિયેટરને ફાયર સેફ્ટી વિના પરમિશન કેમ આપવામાં આવી. જો અહી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ ? લોકોના જીવ સાથે રમત રમતા દોષીઓ સામે કડક કાર્યવાહી કરી આ થિયેટરને સીલ મારવું જોઈએ. આગ એક એવી ઘટના છે. જેમાં ફાયર સેફ્ટી તથા ફાયર ફાઇટરના જવાનો જ આ ઘટનામાં મદદ રૂપ થઈ શકે છે.