સરકારી પોલીટેકનીક ગોધરા ખાતે ડિપ્લોમા પ્રવેશ વર્ષ 2023 માટે માર્ગદર્શન સેમિનાર યોજાશે

ગોધરા, ગુજરાત સરકારના ટેકનિકલ શિક્ષણ વિભાગના,એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC) અમદાવાદ દ્વારા હાલ ડિપ્લોમા પ્રવેશ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરાઇ છે, જે અંતર્ગત ધોરણ 10 પછીના પ્રથમ વર્ષ ડિપ્લોમા અને સર્ટિફિકેટ હોલ્ડર (C to D) ડિપ્લોમા બીજા વર્ષમાં સીધા પ્રવેશ માટેની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાલ ચાલુ છે. વિદ્યાર્થીઓ gujdiploma.admissions.nic.in વેબસાઈટની મુલાકાત લઇ રજીસ્ટ્રેશન કરી શકે છે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે સરકારી પોલીટેકનીક ગોધરા ખાતે હેલ્થ સેન્ટર પણ કાર્યરત છે,સમગ્ર પ્રવેશ પ્રક્રિયા અને પ્રવેશ કાર્યવાહીના ક્રમિક પગલાના અંગે વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પડતી મુશ્કેલીઓના માર્ગદર્શન અને વિવિધ સમસ્યાઓના નિરાકરણ માટે એડમિશન કમિટી ફોર પ્રોફેસનલ ડિપ્લોમા કોર્સીસ (ACPDC) અમદાવાદના નેજા હેઠળ સરકારી પોલીટેકનિક ગોધરા ખાતે, તારીખ: 20/05/2023ને 11.00 કલાકે શનિવારના રોજ એસી.પી.ડી.સી.ના તજજ્ઞો દ્વારા વિનામૂલ્યે સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે જેનો જીલ્લાના ડિપ્લોમામાં પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓ તથા વાલીઓનો બહોળી સંખ્યામાં લાભ લે તેમ આચાર્ય સરકારી પોલીટેકનીક ગોધરા દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.