દાહોદ, દાહોદ જીલ્લાના ખેડૂત ખાતેદારો માટે દાહોદ ખાતે જમીન ચકાસણી પ્રયોગશાળા કાર્યરત છે. જેમાં માટીના નમુનાનું પૃથ્થકરણ કરવાની કામગીરી કરવામાં આવે છે. માત્ર રૂ. 15 ના નજીવા ખર્ચે જીલ્લાના ખેડૂતો પોતાના ખેતરની માટીનું પૃથ્થકરણ કરાવી શકે છે અને એ પ્રમાણે ખેતી કરીને ખેત ઉત્પાદનમાં વધારી શકે છે.
જે કોઇ ખેડૂત ખાતેદાર પોતાના ખેતરની માટીના નમુનાનું પૃથ્થકરણ કરાવવા માંગતા હોય તેવા ખેડૂતોએ પોતાના ખેતરની માટીના નમુનો એકત્ર કરી મદદનીશ ખેતી નિયામકની કચેરી, જમીન ચકાસણી પ્રયોગશાળા, ગોવિંદ નગર રોડ, ચાકલીયા ચોકડી, દાહોદની કચેરીને પહોંચતા કરવાના રહેશે.
માટીના નમુનાની સરકારના પ્રવર્તમાન ધારા ધોરણ મુજબની રૂ. 15 પ્રતિ નમુના લેખે અહીં કચેરીએ ભરવાના રહેશે. ત્યાર બાદ નમુનાનું પૃથ્થકરણ કરી આપવામાં આવશે. જમીનના નમુના લેવાની પદ્ધતિ અને બાબતે સંપૂર્ણ વિગતો માટે ગ્રામ કક્ષાએ ગ્રામ સેવક તેમજ તાલુકા કક્ષાએ વિસ્તરણ અધિકારી (ખેતી)નો સંપર્ક કરવો તેમ મદદનીશ ખેતી નિયામક, જમીન ચકાસણી પ્રયોગશાળા, દાહોદ દ્વારા એક યાદીમાં જણાવાયું છે.