લુણાવાડા, મહિસાગર જિલ્લાાનુ મુખ્ય મથક લુણાવાડા હોવાથી ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે વારંવાર લોકોને પડતી હાલાકી ભોગવવી પડતી હતી. કેટલીક વાર એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી વ્હિકલ ટ્રાફિકમાં ફસાઈ જતા દર્દીઓના જીવ જોખમાતા હતા.
લુણાવાડા શહેરમાં બાયપાસ ન હોવાના કારણે દિલ્લી-રાજસ્થાન અને સુરત-મહારાષ્ટ્રથી આવતા ભારે માલવાહન ટ્રક નગરમાંથી પસાર થાય છે. જેને કારણે ટ્રાફિકની સમસ્યા રોજબરોજ જોવા મળે છે. જેમાં પણ સ્કુલ છુટવાના સમયે સોૈથી વધુ ટ્રાફિક થતાં સ્કુલના બાળકો તથા આમ જનતા ભારે મુશ્કેલીમાં મુકાય છે. તેમજ વારંવાર અકસ્માતો સર્જાય છે. જેથી લુણાવાડા નગરની ફરતે રીંગ રોડ અથવા તો બાયપાસ બનાવવામાં આવે તો માલવાહક ટ્રક બારોબાર બાયપાસ જતા રહે અને ઈંધણની બચત થાય તેમજ ટ્રાફિકની સમસ્યાથી છુટકારો મળી શકે અને લુણાવાડા નગરની પ્રજાને પણ નગરમાં પસાર થતાં હાઈવે પરની ટ્રાફિક જામની સમસ્યાથી છુટકારો મળે તેમજ જીવલેણ અકસ્માતોથી છુટકારો મળે જેને લઈ પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા મુખ્યમંત્રીને વારંવાર રજુઆત કરતા લુણાવાડા બાયપાસ ચાર માર્ગીય રૂ.39.75 અને સંતરામપુર બાયપાસ જે બે માર્ગીય છે. જે એ ચાર માર્ગીય રૂ.22.10 કરોડ મળી કુલ રૂ.61.85 કરોડની સૈદ્ધાંતિક મજુરી મળી જતા બાયપાસ થતાં સમસ્યાથી છુટકારો મળશે.