બાગેશ્ર્વર ધામના બાબાએ દવાની ના પાડતાં બાળકની તબિયત લથડી: પરિવારનો આક્ષેપ

રાજકોટ, બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવે તે પહેલાં જ એક બાદ એક વિવાદો સામે આવી રહ્યા છે. રાજકોટમાં રહેતા અને કેટરર્સનો વ્યવસાય કરતા વેપારી રમેશચંદ્ર વ્યાસ અને તેમના પરિવારે બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

તેમના પરિવારજનોએ જણાવ્યું છે કે, તેઓ ૨૩ એપ્રિલે રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં ગયા હતા. આંચકી આવતી હોવાથી રમેશચંદ્રના પત્ની દિવ્યાંગ બાળકને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી પાસે લઈ ગયા હતા. પરચીમાં લખ્યું હતું કે, બાળક સરખું થઈ જશે, દવા ફેંકી દો. જોકે, ત્યાર બાદ આ પરિવાર રાજકોટ આવી ગયો હતો અને ફરી તેને આંચકી ઉપડી ગઇ હતી. જે બાદ તેને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં છેલ્લા ૧૩ દિવસ કરતાં પણ વધુ સમયથી તેની સારવાર ચાલી રહી છે. આ બાળકની તબિયત વધારે લથડતા તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ બાળકની તબિયત નાજુક હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો આ બાળકને બાબા બાગેશ્ર્વર પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોત તો તેની તબિયત કદાચ આટલી ખરાબ ન થઈ હોત.

હોસ્પિટલમાં છેલ્લા ૧૩ દિવસ કરતાં પણ વધુ સમયથી તેની સારવાર ચાલી રહી છે. આ બાળકની તબિયત વધારે લથડતા તેમને તાત્કાલિક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હજુ પણ આ બાળકની તબિયત નાજુક હોવાનું તેમના પરિવારજનોએ જણાવ્યું હતું. સાથે જ તેમણે કહ્યું હતું કે, જો આ બાળકને બાબા બાગેશ્ર્વર પાસે લઈ જવાના બદલે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોત તો તેની તબિયત કદાચ આટલી ખરાબ ન થઈ હોત.જે બાળકની તબિયત ખરાબ થઈ છે, તેમની ઉંમર હાલ ૧૪ વર્ષની છે. તેને અગાઉ અનેક વખત આંચકીઓ ઉપડી હતી.બાળકની આ ખરાબ પરિસ્થિતિના કારણે તેમના પરિવારજનોને સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી મળી હતી કે, બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ના આશીર્વાદ લેવાથી તેમના બાળકને રોગમાંથી મુક્તિ મળશે. જે બાદ તેઓ ૨૩ એપ્રિલે રાજસ્થાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારમાં  ગયા હતા.