દાહોદ,રાજયની પ્રાથમિક શાળાઓના શિક્ષકોના બદલીના નવા નિયમો જાહેર થતાંની સાથે જ બદલી કેમ્પ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
દાહોદ જિલ્લામાં પણ બદલી કેમ્પના કારણે શિક્ષકોની મોટી સંખ્યામાં જિલ્લા ફેરબદલી થવાની છે. ધો-1 થી 5માં જિલ્લા ફેરબદલીથી અન્ય જિલ્લામાંથી દાહોદમાં આવનાર શિક્ષકોની ધટ દુર થશે. ત્યારે તેની વિપરીત ધો-6 થી 8માં દાહોદમાં આવનાર શિક્ષકોની સંખ્યા નહિવત છે. તેની સામે દાહોદમાંથી બદલી થઈને જનારા શિક્ષકોની સંખ્યા વધુ હોઈ મુખ્ય વિષયોના શિક્ષકોની ધટ વધશે. સરકાર દ્વારા બદલી કેમ્પ બાદ ત્વરિત ધોરણે વિવિધ જિલ્લાઓમાં શિક્ષકોની ધટ દુર કરવા માટે 2600 જેટલા વિઘાસહાયકોની ભરતી ઓકટો-2022માં જાહેર કરી હતી. આ 2600 ભરતીમાં 308 જગ્યાઓ દાહોદ માટે ફાળવવામાં આવેલ છે. વિઘાસહાયક ઉમેદવાર સૈયદ શાહરૂખ હુસેન સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે, બદલી કેમ્પની સાથે સાથે વિઘાસહાયકોની જિલ્લા પસંદગી કરવી જરૂરી છે. વેકેશન પુર્ણ થવામાં હવે માત્ર 20 જ દિવસનો સમય બાકી છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા યોગ્ય આયોજન કરવામાં આવે તે જરૂરી છે.