ઘોઘંબા તાલુકાના ભાણપુરા ગામે વિકાસના કામોમાં થતી ગેરરીતી બાબતે સ્થાનિક ગામજનોએ નાયબ જિલ્લા વિકાસ અધિકારી એચ.ટી.મકવાણાને રજૂઆત કરી હતી. તેના અનુસંધાને D.D.O એ આજરોજ ભાણપુરા ગામની મુલાકાત લીધી જેમાં ગામમાં થયેલા વિકાસના વિવિધ કામોની મુલાકાત લીધી જેમાં કેટલી ખામીઓ નજર આવી હતી.b
રસ્તા,ગટર, બોર તેમજ ગ્રામ પંચાયતના V.C તેમજ પંચાયતનો વહીવટ મહિલા સરપંચના પતિ સંભાળતા હોવાની રજૂઆતો કરવામાં આવી હતી.નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ દરેક કામો ને જીણવત ભરી નજરે તપાસી ખામી વાળા કામોની યાદી તૈયાર કરી હતી. ભાણપુરા ના દરેક ફળિયામાં પગપાળા ચાલી એચ.ટી. મકવાણાએ કામોનું નિરીક્ષણ કરી ક્ષતી વાળા કામોની તપાસ કરાવવા તેમજ જવાબદારો સામે પગલાં ભરવાની ખાતરી આપી હતી. ભાણપુરા ના કેટલાક વિસ્તારમાં સાફ-સફાઈ નો અભાવ હોય સફાઈની ગ્રાન્ટ વિશેપણ પૂછપરછ કરવામાં આવી હતી. બે કલાક સુધી તડકામાં પગપાળા ચાલી વિકાસના કામોની નિરીક્ષણ તથા લોકની રજૂઆત સાંભળી હતી.