મહાનગરોમાંથી રાત્રિ કર્ફ્યૂ હટાવવાને લઇને પ્રદીપસિંહ જાડેજાનું મહત્વનું નિવેદન આવ્યું સામે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા નાઈટ કર્ફ્યૂને લઇને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું. રાજ્યના ચારેય મહાનગરોમાં છૂટછાટ આપવામાં આવી શકે છે.

  • રાત્રિ કર્ફ્યૂને લઇ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહનું નિવેદન
  • 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરાશે: પ્રદીપસિંહ
  • તબક્કાવાર વિચારણા બાદ નિર્ણય લેવાશેઃ નીતિન પટેલ

હાલ રાજ્યના અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરમાં રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ છે. ત્યારે હાલ રાજ્ય અને આ ચારેય શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. તો બીજી તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. તેથી હવે તબક્કાવાર રાત્રિ કર્ફ્યૂમાં 31 જાન્યુઆરી બાદ છૂટછાટ મળી શકે છે. રાત્રિ કર્ફ્યૂ અંગે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ અંગે વિચારણા કરાશે. CMની અધ્યક્ષતામાં મળનારી કમિટી નિર્ણય કરશે.

અમદાવાદમાં પોલીસનો પૈસા સાથે વાયરલ વીડિયો

 મામલે પણ પ્રદીપસિંહે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વીડિયો સંદર્ભે પોલીસ કમિશનરને આદેશ આપ્યા છે. DCP અચલ ત્યાગીને તાપસ આપવામાં આવી છે. તપાસમા કસૂરવાર ઠરશે તો સખત એક્શન લેવાશે.

રાત્રિ કર્ફ્યૂ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન

રાત્રિ કર્ફ્યૂ અને માસ્ક સહિતના નિયમોમાં છુટછાટ આપવામાં આવી શકે તેમ છે. આ અંગે ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાત્રિ કર્ફ્યૂ મુદ્દે વિચારણા ચાલી રહી છે. તબક્કાવાર વિચારણા બાદ નિર્ણય લેવાશે. 4 મનપાઓમાં જરૂરિયાત મુજબ છૂટછાટ અપાશે.