બાલાસિનોર-વિરપુર પંથકમાં આડેધડ વૃક્ષોનુ નિકંદન

બાલાસિનોર,બાલાસિનોર-વિરપુર પંથકમાં ધણા સમયથી વૃક્ષોનુ નિકંદન થઈ રહ્યુ છે. રાત્રિ દરમિયાન રોજના 40 થી 50 જેટલા વાહનો ગેરકાયદે લાકડા ભરીને બાલાસિનોર તાલુકા તેમજ નગરમાંથી પસાર થાય છે. ત્યારે આવા ગેરકાયદે લાકડાઓનુ કટિંગ થતુ હોય અને તંત્રને કાર્યવાહી કરવામાં કોની શરમ નડે છે તેવા સવાલો ઉઠવા પામ્યા છે. બાલાસિનોર તાલુકામાં દેશી બાવળ, લીમડી, પીપળા જેવા વૃક્ષો જાહેરમાં કપાઈ રહ્યા છે. રાત્રિના સમયે ટ્રેકટરોમાં હેરાફેરી થઈ રહી છે. ત્યારે આવા લોકો સામે કાર્યવાહી કરીને લાકડાઓનુ કટિંગ થતુ અટકાવવુ જોઈએ તેવી પ્રકૃતિપ્રેમીઓની માંગ ઉઠવા પામી છે. સતત પેટ્રોલિંગ કરવામાં આવે તો આસાનીથી આ વૃક્ષોનુ કટિંગ અટકાવી શકાય તેમ છે. રાત્રિ દરમિયાન રોજના 40 થી 50 વાહનો ગેરકાયદે લાકડા ભરીને બાલાસિનોર ફોરેસ્ટ કચેરી તેમજ મામલતદાર કચેરીની બહારથી પસાર થતાં હોય છે. ત્યારે તંત્રની કામગીરી સામે સવાલો ઉઠવા પામ્યા છે.