પાટણ,ભાજપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, દ્વારા સિદ્ધપુર શહેર સંગઠનમાં પ્રમુખ તરીકે પંડ્યા જયેશકુમાર હરિપ્રસાદ, મહામંત્રી તરીકે પટેલ દશરથભાઈ અંબારામ અને ઝાલા મનોજસિંહ સોમાજીના નામ ઉપર મહોર લાગી છે.
જ્યારે તાલુકા સંગઠનમાં પ્રમુખ તરીકે ઠાકોર વિક્રમસિંહ બાબુજી અને મહામંત્રી તરીકે પટેલ અશોકકુમાર જોઈતારામ તથા દેસાઈ ગણેશભાઈ છગનભાઈની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત પાટણ જિલ્લા ભાજપમાં મંત્રી તરીકે સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામના મનીષભાઈ ખેમચંદભાઈ પ્રજાપતિની વરણી કરાઈ હતી.