જયપુર,રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે નાગૌરમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના કાર્યક્રમને ’ફ્લોપ શો’ ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પહેલા રાજેને લોકો સેલ્ફી માટે તેમનો પીછો કરતા હતા ત્યારે તેમનો ક્રેઝ હતો, પરંતુ તે સમાપ્ત થઈ ગયું છે.ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી રાજેએ ગુરુવારે બેનીવાલના મતવિસ્તારમાં જાહેર સભા કરી હતી.
નાગૌરમાં પત્રકારો સાથે વાત કરતા બેનીવાલે કહ્યું, “ગઈકાલનો રાજેનો કાર્યક્રમ ફ્લોપ શો હતો. આ વિસ્તારના લોકોએ તેમને નકારી દીધા છે, તેમના કાર્યક્રમમાં મુઠ્ઠીભર લોકો પણ નહોતા. તેમના માટેનો ’ક્રેઝ’ પૂરો થઈ ગયો છે. એક સમય હતો જ્યારે લોકો સેલ્ફી લેવા માટે તેની પાછળ દોડતા હતા. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતા સચિન પાયલોટે અત્યાર સુધીમાં પોતાની પાર્ટી બનાવીને કોંગ્રેસમાંથી બહાર આવી જવું જોઈતું હતું પરંતુ તેઓ ત્યાં જ બેઠા છે. તેમણે કહ્યું કે જો ત્રીજો મોરચો રચાય છે તો તે આગામી ચૂંટણીમાં રાજ્યમાં કોંગ્રેસ અને ભાજપ બંનેને હરાવી શકે છે.