બાલાસિનોર,બાલાસિનોર માં કેટલાય સમય થી ઘેર કાયદેસર લાકડા તથા સફેદ પત્થરની ટ્રકો તથા ટ્રેક્ટર મોટા પ્રમાણમાં હેરફેર કરી રહ્યા છે. ત્યારે બે દિવસ પહેલા સમાચાર પત્રોમાં ઘેરકાયદેસર લાકડાના વાહનોની હેરાંફેર થતું હોવાના સમાચારને લઈ અધિકારીઓની નિદ્દર ઊડી ગઈ હતી. જેથી બાલાસિનોરના નાયબ મામલતદાર બી.ટી.પરમાર દ્વારા બાલાસિનોર વિસ્તારમાં રાત્રિના સમયે વોચ ગોઠવી પાસ પરમીટ વગર પંચરાઉ લાકડા ભરેલી એક ટ્રક અને બે ટ્રેક્ટર પકડી કાયદેસર ની કાર્યવાહી કરી હતી. પરંતુ રોજના 60થી 70 વાહનો લાકડા તથા સફેદ પત્થર ભરીને રાત્રિના સમયે જેમ રેલી કાઢવામાં આવી હોય તેમ મોટી લાઈનમાં હેરાફેરી કરતા વાહનો માંથી 3 વાહનો પકડાયા તો બાકીના વાહનોને પરમીટ કેલયસણન્સ આપવા માં આવેલા છે કે પછી આટલે થી કાર્યવાહી અટકશે કે જોવું રહ્યું.