હાલોલ-કાલોલ રોડ ઉપર સુપર પ્લાસ્ટીક કંપનીમાં આગ લાગતાં 7 જેટલા ફાયર ફાયટરો આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ

  • આગની ધટનામાં ર કરોડ ઉપરાંતનું નુકશાન.
  • આગને લઈ ટ્રાફિક વન-વે કરતાં ટ્રાફિક જામના દ્દશ્યો.

હાલોલ,હાલોલ-કાલોટ રોડ ઉપર આવેલ પ્લાસ્ટીક ફેકટરીમાં આગ લાગતાં હ ાલોલ અને કાલોલના ફાયર દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ કરાયા દોઢ કલાકની ભારે જહેમત બાદ પણ આગ ઉપર કાબુ મેળવાયો નથી.

હાલોલ-કાલોલ રોડ ઉપર આવેલ સુપર પ્લાસ્ટીક કંપનીમાં કોઈ કારણોસર આગની ધટના બની હતી. આગ લાગવાની ધટના સાથે હાલોલ અને કાલોલ ફાયર ફાયટરો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ કરાયા હતા. પ્લાસ્ટીક કંપનીમાં આગ લાગતા કંપનીના પાછળ મકાનમાં રહેતા સ્થાનિકોમાં ભયના માર્ય ધર માંથી નિકળી ગયા હતા. હાલોલ અને કાલોલના ફાયર ફાયટરો સાથે ખાનગી કંપની ફાયટરો કામે લાગ્યા હતા. પ્લાસ્ટીક કં5નીમાં ભીષણ આગને લઈ ટ્રાફિક વન-વે કરતાં ટ્રાફિક જામના દ્દશ્યો સર્જાયા હતા. આગની ધટનાને લઈ કાલોલ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. કંપનીમાં આગને લઈ પ્લાસ્ટીક દાણા, પાવડર, પ્લાસ્ટીકનો વેસ્ટ વજન 100 ટન વસ્તુઓ તેમજ મશીનરી બળીને ખાખ જઈ જતાં અંદાજીત ર કરોડ રૂપીયાનું નુકશાન થયાની સંભાવના છે. ચાર કલાક થવા છતાં આગ ઉપર કાબુ મેળવાયો નથી.