ગોધરા,ગોધરાના હમીરપુર પાસે આવેલ ભુર્ગભ ગટર યોજનાના મુખ્ય પંપીગ સ્ટેશનના વીજ ટ્રાન્સફોર્મરને અજાણ્યા ઈસમો આગ લગાડતા વીજ પુરવઠો ખોરવાયો. આ બાબતે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ગોધરા શહેર નજીક હમીરપુર પાસે ભુર્ગભ ગટર યોજનાના મુખ્ય પંપીગ સેન્ટરના વીજ ટ્રાન્સફોર્મરમાં અજાણ્યા અસમાજીક તત્વો દ્વારા આગ લગાડવામાં આવી હતી. વીજ ટ્રાન્સફોર્મરમાં આગ લગાડવામાં આવતાં ટ્રાન્સફોર્મરના મુખ્ય કેબલ બળી જતાં વીજ પુરવઠો ખોરવાયો હતો. 11 કેવી મુખ્ય વીજ કેબલ બળી જતાં મુખ્ય પંપીગ સેન્ટર કાર્યકરતું બંધ થયું હતું. વીજ પુરવઠા ખેારવાતા ભુર્ગભ ગટર લાઈનનું પાણી સુચેજ પ્લાન્ટ સુધી ન પહોંચતા શહેરની ભુર્ગભ ગટરની લાઈનો ઉભરાવાની શકયતાઓ છે. પાલિકા દ્વારા નવા કેબલ જોઈન્ટ કરવા તેમજ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાઈ છે.ફ