હાલોલ નજીક પ્લાસ્ટિકના દાણા બનાવટી ફેકટરીમાં ભીષણ આગ.

હાલોલ-ગોધરા હાઇવે ઉપર એક પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગતા હાલોલ ગોધરા હાઇવેનો એક તરફનો ટ્રેક બંધ કરીને ટ્રાફિક ડાયવર્ટ કરવાની ફરજ પડી છે. હાલોલ નજીક ફોર્મોલોજિસ્ટિક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ચાર ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા છે. સાથે હાલોલ અને કાલોલની પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે. પ્લાસ્ટિકના દાણા બનાવતા યુનિટમાં આગ લાગતા આસપાસની અન્ય કંપનીઓમાં આગ ફેલાય તેવી દહેજત જોવા મળી રહી છે.

ફોર્મ લોજિસ્ટિક નામની પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ હાલ 4 ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલોલ કાલોલના ફાયર ફાઈટર્સ સાથે ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી રહી છે. આગ આજુબાજુના યુનિટોમાં ન પ્રસરે તે માટે ધ્યાન રાખીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગે ભયાનક અને વિકરાળ સ્વરૂપ લઈ લેતા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે. હાલોલ, કાલોલના ફાયર ફાઈટર્સ સાથે ખાનગી કંપનીઓના ફાયર ફાઈટરની પણ મદદ લેવામાં આવી રહી છે. આગ આજુબાજુના યુનિટોમાં ન પ્રસરે તે માટે ધ્યાન રાખીને પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગે ભયાનક અને વિકરાળ સ્વરૂપ લઈ લેતા તેની ઝપટના આજુબાજુ પણ ભારે નુકશાન થવાનો અંદાજ છે.