જૂનાગઢમાં દારુનો જથ્થો ઝડપાયો , કાર સહિત ૩.૫૩ લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ

જૂનાગઢ,વડોદરામાં બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવયા હોય છે. ત્યારે જૂનાગઢમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે.જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના છ ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે જૂનાગઢમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે. જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના છ ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.

જેમાં ૧૭૮ બોટલ દારુ અને કાર સહિત ૩.૫૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો હતો. અન્ય એક આરોપી ફરાર છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-૪ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી ૧૫ પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.