પુતિનના માતાપિતાની કબરનું અપમાન કરવા બદલ સજા

  • તમે એક રાક્ષસને જન્મ આપ્યો છે, આખી દુનિયા તેનું મૃત્યુ ઈચ્છે છે : મહિલાએ લખ્યું હતું.
  • ઇરિના સિબાનેવા નામની આ મહિલાએ પુતિનના માતા-પિતાની કબર પાસે એક પત્ર મુક્યો હતો.

મોસ્કો,૬૦ વર્ષની મહિલા ઈરિના સિબાનેવની છે. તેને પુતિનના માતા-પિતાનું અપમાન કરવા બદલ દોષી ઠેરવવામાં આવી છે. ફરિયાદીએ મહિલાને ૩ વર્ષની જેલની સજાની માંગ કરી હતી. તેણે કહ્યું હતું કે ઈરિનાએ કાવતરાના ભાગરૂપે પુતિનના પરિવારનું અપમાન કર્યું હતું. પત્રમાં મહિલાએ પુતિનના માતા-પિતાને પાગલ માણસના માતા-પિતા ગણાવ્યા હતા. તેણે એમ પણ લખ્યું કે, પુતિન દુનિયા માટે મુશ્કેલી ઉભી કરી રહ્યા છે, તમે તેને તમારી પાસે બોલાવી લો. આખી દુનિયા પ્રાર્થના કરી રહી છે કે પુતિન મૃત્યુ પામે.

મહિલાએ કોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેણે કહ્યું કે યુદ્ધના સમાચાર જોઈને હું ડરી ગઈ હતી. મારો ડર એટલો વધી ગયો હતો કે હું તેને રોકી શકી નહીં. હવે મને એ પણ યાદ નથી કે મેં પત્ર ક્યારે લખ્યો હતો અને તેમાં શું લખ્યું હતું. ઈરિનાએ વધુમાં કહ્યું કે, ’મને માફ કરજો, મને કલ્પના નહોતી કે મારી ક્રિયાથી કોઈને આટલું દુ:ખ થશે’. મહિલાએ કોર્ટને કહ્યું કે તેને નથી લાગતું કે આ પત્ર અન્ય કોઈને મળશે અને મામલો આટલી હદે વધી જશે.

ઇરિના સિબાનેવ સિવાય, રશિયાની મિલિટરી કોર્ટે ગુરુવારે ઇતિહાસ શિક્ષક નિક્તિા તુષ્કાનોવને સાડા ૫ વર્ષની જેલની સજા સંભળાવી હતી. તેણે ગયા વર્ષે ક્રિમિયાના કર્ચ બ્રિજ પર યુક્રેનિયન હુમલાને સમર્થન આપ્યું હતું. જે બાદ કોર્ટે તેને સેનાનું અપમાન કરવા અને હિંસાને યોગ્ય ઠેરવવા માટે દોષી ઠેરવી હતી. ઇતિહાસ શિક્ષક નિક્તિા તુષ્કાનોવે ક્રચ પરના હુમલાને પુતિન માટે જન્મદિવસની ભેટ ગણાવી હતી.યુક્રેન યુદ્ધમાં લડવાની ના પાડનાર સૈનિકને રશિયા ક્રૂરતાથી મારી રહ્યું છે. વેગનર ગ્રુપનો એક સૈનિક કે જે હાલમાં યુક્રેનથી પરત ફર્યો હતો તેનું માથું હથોડો મારીને ફાડી નાખવામાં આવ્યું હતું. તે યુક્રેનિયન તરફથી મુક્ત કરાયેલા ૬૩ રશિયન સૈનિકોમાંનો એક હતો. તેનું નામ દિમિત્રી યાકુશાક્ધો હતું અને તે રશિયા વતી યુદ્ધમાં સામેલ ખાનગી વેગનર આર્મીનો સભ્ય હતો.