નવીદિલ્હી,દેશમાં વૈશ્ર્વિક મહામારી કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના રિપોર્ટ અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧,૫૮૦ નવા કેસ નોંધાયા છે. ગઈકાલની સરખામણીમાં આજે દેશમાં કોરોનાના કેસોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, કોરોના વાયરસના ૧૫૮૦ નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં કોરોનાના કુલ ૧૮,૦૦૯ કેસ નોંધાયા છે. દેશમાં કોવિડ-૧૯ના કુલ કેસોની સંખ્યા હવે ૪.૪૯ કરોડ (૪,૪૯,૭૬,૫૯૯) છે. દૈનિક હકારાત્મક્તા દર ૧.૨૩% છે. સાપ્તાહિક હકારાત્મક્તા દર ૧.૪૯% છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા ૧૮,૦૦૯ છે. છેલ્લા ૨૪ કલાકમાં ૩,૧૬૭ લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. તે જ સમયે, કુલ ૪,૪૪,૨૮,૪૧૭ લોકો કોરોનાથી સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના રસીના ૧,૫૯૩ ડોઝ આપવામાં આવ્યા છે. દેશભરમાં અત્યાર સુધીમાં ૨૨૦.૬૬ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સવારે આઠ વાગ્યે જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, આ સમયગાળા દરમિયાન વધુ ૧૨ લોકોના મોતને કારણે મૃત્યુઆંક વધીને ૫,૩૧,૭૫૩ થઈ ગયો છે. કુલ ચેપના કેસોમાં ૦.૦૪ ટકા સક્રિય કેસનો સમાવેશ થાય છે. તે જ સમયે, ૩,૧૬૭ લોકો કોરોના ચેપમાંથી સ્વસ્થ થયા પછી તેમના ઘરે ગયા છે. મંત્રાલયે કહ્યું કે કોવિડ-૧૯માંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને ૪,૪૪,૨૮,૪૧૭ થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર ૧.૧૮ ટકા છે.
મંત્રાલયની વેબસાઈટ અનુસાર, દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કોવિડ-૧૯ રસીના ૨૨૦.૬૬ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હી, મહારાષ્ટ્ર અને કેરળમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. આ જોઈને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને કોરોનાની વધતી જતી ગંભીરતાને જોઈને દેશની તમામ કોવિડ હોસ્પિટલોમાં મોકડ્રીલ પણ કરવામાં આવી હતી. જો કે ફરી એકવાર કેસમાં ઘટાડો થતા લોકોએ રાહતનો શ્ર્વાસ લીધો છે.