નવીદિલ્હી, ગઈકાલે સર્વોચ્ચ અદાલતે દિલ્હીમાં રાજય સરકારને સર્વીસીઝનાં અધિકાર હોવાના આપેલા ચુકાદાના કલાકોમાં કેજરીવાલ સરકારે સર્વીસ વિભાગનાં સચીવ આશીષ મોરેની તાત્કાલીક બદલી કરતા હવે તે વિવાદ સુપ્રિમમાં પહોંચ્યો છે.
આ બદલીના આદેશની ફાઈલ પર કેન્દ્ર સરકારે હજૂ મંજુરી નહિં આપતા કેજરીવાલ સરકારે તેમાં સુપ્રિમના દ્વાર ખટખટાવતાં ચીફ જસ્ટીસ શ્રી ડી.વાય.ચંદ્રચુડે જોકે જણાવ્યું હતું કે અમો આ રીટ દાખલ કરવા અંગે નિર્ણય લેશુ. કેજરીવાલ સરકારે સુપ્રિમનાં ચુકાદા સાથે જ સર્વીસીઝ સચીવની બદલી કરી તેના સ્થાને નવા અધિકારી અનિલકુમાર સિંહની નિયુક્તિ કરી હતી. પણ કેન્દ્ર સરકારે હજુ તેને મંજુરી આપી નથી.તે મુદ્દા પર ફરી સુપ્રિમમાં રીટ દાખલ કરવામાં આવી હતી.જોકે સુપ્રિમનાં ચુકાદા બાદ પણ કાનુની નિષ્ણાંતો કહે છે કે દિલ્હીમાં ચીફ સેક્રેટરી સર્વીસીઝ સેક્રેટરી ડીડીએનાં વાઈસ પ્રેસીડેન્ટ અને દિલ્હી મહાપાલીકાનાં કમીશ્ર્નરની બદલી વિ.સાત કેન્દ્ર સરકાર પાસે જ રહેશે.