નવીન પટનાયકે વિપક્ષ સાથે જોડાવાની શક્યતાને ફગાવી

ભુવનેશ્ર્વર,ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે ગઈ કાલે ૨૦૨૪માં યોજાનારી લોક્સભાની ચૂંટણી માટે વિપક્ષો સાથે એક મંચ પર આવવાની શક્યતાને ફગાવી દીધી છે. તેમણે જાહેર કર્યું છે કે તેમની બીજુ જનતા દલ પાર્ટી એકલી જ લડશે અને હંમેશાં તેમનો એ જ પ્લાન હતો.

મુખ્ય પ્રધાન ગઈ કાલે સાંજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને એને સૌજન્ય મુલાકાત ગણાવી હતી. ૭૬ વર્ષના આ પૉલિટિશ્યન બીજેપીના નેતૃત્વવાળા નૅશનલ ડેમોક્રેટિક અલાયન્સ કે કૉન્ગ્રેસમાંથી કોને સાથ આપવો એનો નિર્ણય ન કરી શક્તા હોય એમ જણાય છે. બે દિવસ પહેલાં તેઓ બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને મળ્યા હતા. નોંધપાત્ર છે કે નીતીશ કુમાર બીજેપી વિરોધી પાર્ટીઓને એક્સાથે લાવવા માટે કોશિશ કરી રહ્યા છે.

પટનાયકે કહ્યું કે ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ ભુવનેશ્ર્વરથી પૂરી શિટ કરવા વિશે ચર્ચા કરવા માટે તેઓ પીએમ મોદીને મળ્યા હતા અને વડા પ્રધાને જણાવ્યું હતું કે તેઓ શક્ય એટલી મદદ કરશે.