
અમદાવાદ,સીબીએસઇ બોર્ડ દ્વારા ૧૦માનું પરિણામ સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું છે. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકે છે. સીબીએસઇ ધોરણ ૧૦મી બોર્ડ પરીક્ષા ૨૦૨૩ ૧૫ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષા માટે ૨૧,૮૬,૯૪૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જ્યારે ૧૬ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
સીબીએસઇએ ૧૨મા બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધું છે. શુક્રવારે પરિણામ જાહેર કરતા બોર્ડે જણાવ્યું હતું કે આ વર્ષે પરીક્ષામાં બેઠેલા ૮૭.૩૩% બાળકો પાસ થયા છે. બોર્ડે કહ્યું છે કે ૧૦મા ધોરણનું પરિણામ પણ આજે જ જાહેર કરવામાં આવશે.
સીબીએસઇએ નિર્ણય લીધો છે કે આ વર્ષે તે પરિણામ સાથે વિદ્યાર્થીઓના પ્રથમ, બીજા અને ત્રીજા વિભાગની માહિતી આપશે નહીં. વિદ્યાર્થીઓને બિનજરૂરી સ્પર્ધાથી બચાવવા માટે આ વર્ષે મેરિટ લિસ્ટ પણ બહાર પાડવામાં આવ્યું નથી. ત્રિવેન્દ્રમ પ્રદેશ ૯૯.૯૧ પાસ ટકાવારી સાથે ટોચ પર છે. જેમાં ૮૪.૬૭% છોકરાઓ અને ૯૦.૬૮% છોકરીઓ પાસ થયાં છે. છોકરીઓએ છોકરાઓને ૬.૦૧% કરતાં પાછળ રાખી દીધા. વિદ્યાર્થીઓ મોબાઈલ એપ ઉમંગ, ડિજીલોકર અને બોર્ડની વેબસાઈટ પર તેમનું પરિણામ જોઈ શકે છે.
૧ લાખ ૨૫ હજાર ૭૦૫ વિદ્યાર્થીઓ પૂરક (કમ્પાર્ટમેન્ટ) પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ ૧૬ મેથી તેમના પરિણામની ફોટોકોપી અને પુન:મૂલ્યાંકન કરાવી શકશે. બોર્ડે ૨૦૨૪ની પરીક્ષાઓની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ પરીક્ષાઓ ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪થી શરૂ થશે.
સીબીએસઇ ૧૦મીની પરીક્ષા દેશમાં ૧૫ ફેબ્રુઆરીથી ૨૧ માર્ચ દરમિયાન લેવામાં આવી હતી. ધોરણ ૧૨ની પરીક્ષા ૧૫ ફેબ્રુઆરીથી ૫ માર્ચ દરમિયાન યોજાઈ હતી. બંને પરીક્ષામાં ૩૮૮૩૭૧૦ ઉમેદવારોએ હાજરી આપી હતી. ધોરણ ૧૦ના ૨૧૮૬૯૪૦ વિદ્યાર્થીઓ અને ધોરણ ૧૨ના ૧૬૯૬૭૭૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.