વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિર ખાતેથી રૂ.૧૯૪૬ કરોડના ખર્ચે બનેલા ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કર્યું

ગાંધીનગર,વડાપ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. અમદાવાદ એરપોર્ટથી સીધા જ તેઓ શિક્ષક સંઘના અધિવેશનમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શિક્ષકોને સંબોધિત કર્યા હતાં. ત્યાર બાદ તેઓ સીધાજ મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રૂ.૧૯૪૬ કરોડના ખર્ચે બનેલા ૪૨,૪૪૧ આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

વડાપ્રધાને સંબોધન કરતાં કહ્યું હતું કે, અમે સરકારના આવાસમાં માતા-બહેનનું નામ જોડ્યું, લખપતિ દીદી હિન્દુસ્તાનના દરેક ખૂણામાંથી મને આશીર્વાદ આપે છે. સરકાર લાભાર્થીઓ પાસે ખુદ જઈ રહી છે. સરકારે ભેદભાવ સમાપ્ત કર્યો છે. લાભાર્થીઓમાં સરકાર નથી ધર્મ જોતી કે નથી જ્ઞાતિ જોતી. પરંતુ બધાને એક્સમાન મળે છે. જ્યાં કોઈ ભેદભાવ નહીં ત્યાં જ સાચો સર્વધર્મ સંમભાવ છે. વિકાસે જે રતાર પકડી છે તે જોઈને મને ખૂબ જ આનંદ અનુભવું છું, હાલમાં ગરબ કલ્યાણ માટે ૩ લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

ગુજરાતના ૨૫ લાખ લોકોને આયુષ્યમાન કાર્ડ આપ્યું છે. ૨ લાખ સગર્ભાને માતૃ વંદના હેઠળ સહાય આપવામાં આવી છે. ગુજરાતના હજારો લોકો માટે રોજગારી લાવવાના છીએ. એક સમય હતો કે જીવનની મૂળભૂત સુવિધાઓ માટે દેશના લોકોને દૂર રાખ્યા હતા. ઘણા લોકોએ માની લીધુ હતું કે, હું ઝુપડીમાં જન્મ્યો અને મારી આવનારી પેઢી પણ ઝુપડીમાં જન્મશે. આ સ્થિતિમાંથી દેશ બહાર આવી રહ્યો છે. અમે દરેક ગરીબ સુધી પહોંચી રહ્યા છીએ.