ગોધરા,
ગોધરા ખાતે ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લીમીટેડ દ્વારા ટીમરૂ પાનની હરાજી માટેના જાહેર હરાજી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ટીમરૂ પાનની હરાજી નિર્ધારીત સમય પહેલા પુરી કરી દેવામાં આવતાં સ્થાનિક વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામા આવ્યો કે ટેન્ડર માનીતા વેપારીઓને આપવામાં આવ્યા છે.
ગોધરા વન વિકાસ નિગમ દ્વારા ટીમરૂ પાનની જાહેર હરાજી યોજવામાં આવી હતી. આજરોજ ટીમરૂ પાનની હરાજીમાં નિગમના એમ.ડી. હાજર રહ્યા હતા અને ટીમરૂ પાનની હરાજીમાં નહિવત વેપારીઓની હાજરીમાં હરાજી પુરી કરી દેવામાં આવી હતી. ટીમરૂ પાનની હરાજી નિર્ધારીત સમય પહેલા પુરી દેવામાં આવી હતી અને ટીમરૂ પાનના ટેન્ડર કચેરીના માનીતા વેપારીઓને આપવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યો હતો. નિગમ દ્વારા ટીમરૂ પાનની જાહેર હરાજી માટે કરવામાં આવેલ ટેન્ડર જાહેરાતમાં ૨૧ જાન્યુઆરી સાંજના ૫ કલાકે રાખવામાં આવ્યો હતો. તેમ છતાં નિગમના અધિકારીઓ દ્વારા પોણા ચાર વાગે ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરવામાં વેપારીઓએ વિરોધ કર્યો હતો. વેપારીઓના વિરોધને લઈ નિગમના એમ.ડી. સ્થળ છોડી રવાના થયા હતા. ગોધરા વન વિકાસ નિગમ ખાતે ટીમરૂ પાનની જાહેર હરાજી સમય પહેલા શરૂ કરી દેવામાં આવતાં ટેન્ડર પ્રક્રિયામા હાજર વેપારીઓએ વિરોધ કર્યો સાથે આક્ષેપ કરવામાં આવ્યો કે ટીમરૂ પાનના ટેન્ડર માનીતા વેપારીઓને આપી દેવામાં આવ્યા છે.