મોરવા(હ)ના સતંરોડ ખાતે અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય છતાં તંત્ર કે પ્રતિનિધીઓની આંખો ખુલતી નથી

મોરવા(હ) તાલુકાના સંતરોડ ખાતે ના સ્થાનિક વિસ્તારોમાં ગંદકી જોવા મળતા તે મામલે સ્થાનિક વહીવટ દારો/પ્રતિનિધિઓ પર પ્રશ્ર્ન ઉઠાવતા સંતરોડ ના નગરજનો….

મોરવા(હ),
મોરવા હડફ તાલુકાના સંતરોડ ખાતે ના સ્થાનિક વિસ્તારો માં ગંદકી ના ઢગલા જોવા મળી રહ્યા છે. તેમજ સંતરોડ ખાતે આવેલી ઇન્દિરા કોલોની,વિદ્યાનગર કોલોનીમાં વરસો પહેલા ગટર બનાવામાં આવી હતી.જેની કોઈ પણ મરામત કરવા માં આવતી નથી.જેના કારણે ગટરમાં વહેતું ગંદુ પાણી રોડ પર આવી જાય છે અને દુર્ગંધ મારે છે.જેના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તેમજ આ મુશ્કેલી અંગે વારંવાર સ્થાનિક વહીવટ દારો/પ્રતિનિધિઓ ને રજુઆત કરવા છતાં પણ કોઈજ નિરાકરણ આવ્યું નથી.

તયારેઆ એ વિસ્તાર છે જ્યાં સંતરોડ નો પહેલો કોરોના નો કેસ આવ્યો હતો અને આ વિસ્તાર ને ક્વોરેન્ટાઇન કરવા માં આવ્યો હતો. ઘણાં દિવસો સુંધી ગટર ની સફાઇ કરવા માં આવતી નથી.અને સફાઇ કરવા માં આવે છે તો ગટર નો કચરો ગટર ઉપર જ ખડકી દેવામાં આવે છે. જેથી આ વિસ્તાર માં ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ વિસ્તાર ના પ્રતિનિધિ આ બાબતે ગ્રામ પંચાયત નું ધ્યાન દોરતા નહિ હોય? કે ગ્રામ પંચાયત દ્વારા આ વિસ્તાર ની સમસ્યા પર ધ્યાન આપવામાં આવતું નથી આવી ચર્ચા સ્થાનિક રહીશો દ્વારા થઇ રહી છે