દાહોદ,દાહોદ એસ.પી.એ.આપેલી દારૂ-જુગારની સ્પેશિયલ ડ્રાઈવ અનુસંધાને એલસીબી પી.આઈ.કે.ડી.ડિંડોરની સુનામા એલસીબી પી.એસ.આઈ.એમ.એલ.ડામોર, પી.એસ.આઈ.જે.બી.ધનેશા તથા સ્ટાફ રણધિકપુર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સીંગવડ ગામમાં રહેતો જયદિપકુમાર ઉર્ફે ફુલો બાબુ રાવલ સીંગવડ-પીપલોદ રોડ ઉપર આવેલ તેની નવરંગ કોલ્ડ્રિંકસની દુકાન ઈંગ્લીશ દારૂનો લાવી વેચાણ કરવા મુકી રાખ્યો હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીએ તેની દુકાનમાં રેઈડ કરતા દુકાનમાં હાજર બે લોકો પોલીસને જોઈ ભાગતા દુકાન માલિક જયદિપકુમાર રાવલ તથા સીંગવડ ગામના ચુંદડી રોડ સહકારી મંડળીની પાછળ રહેતા ગીરવતસિંહ ઉર્ફે ગીરીયો રણજીતસિંહ બારીયાને ઝડપી પાડ્યા હતા. દુકાનમાં તલાશી લેતા અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 20 પેટીઓ તથા છુટી બોટલો 63 મળી કુલ 1,14,755 રૂપિયાની 903 બોટલો મળી આવી હતી. જથ્થા સાથે બંનેની ધરપકડ કરી એલ.સી.બી.ના મનહરભાઈ રાઘુભાઈએ બંને સામે રણધિકપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.