લુણાવાડામાં પીવાનુ પાણી આપવા પાનમમાંથી પાણી છોડાયુ

લુણાવાડા,લુણાવાડા શહેરમાં પાલિકા દ્વારા અપાતા પાણી 3 દિવસ ના આવતા રહિશો ભરઉનાળે પાણીની બુમો પાડી રહ્યા છે. લુણાવાડા પાલિકાના વોટર વર્કસના કુવામાં પાણીના સ્તર ઉંડા જતા રહેતા કુવામાં મુકેલ મોટર પાણી ખેંચી ના શકતા શહેરમાં પાણીનો કચવાટ શરૂ થયો હતો. પાનમ નદીમાં રેતીની લીજને લઈ ઠેક ઠેકાણે મોટા ખાડા પડતા પાણી ખાડાવાળા ભાગમાં જતુ રહેતા પાલિકાના કુવામાં પાણી ઓછુ થતાં મોટરો ખુલ્લી થઈ જતા વારંવાર મોટર બળી જતા શહેરમાં પાણીની ભારે તંગી ઉભી થઈ હતી.

પંચમહાલ લોકસભાના સાંસદ રતનસિંહ દ્વારા લુણાવાડા શહેરને પીવાના પાણીની અછતના લીધે પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. તો પાનમ સિંચાઈ વિભાગને પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી. જેને લઈને પાનમ વિભાગ દ્વારા લુણાવાડા વિસ્તારમાં પાણીની ભારે કિલ્લત ઉભી થતાં પાનમ નદીમાં 366 કયુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો હતોફ ડેમમાંથી નદીમાં તા.10 થી 13 સુધી આશરે 1.50 મી.ધ.મી.પાણી છોડવામાં આવશે. પાનમ નદીમાં પાણી આવશે તો પાલિકાના કુવાના પાણીના સ્તર ઉંચા આવવાથી લુણાવાડાની પાણી સમસ્યાનો નિરાકરણ આવશે.