ગરબાડાના આંબલી ગામે દિપડો પાંજરે પુરાતા ગ્રામજનો ચિંતામુકત

ગરબાડા,ગરબાડા તાલુકાના આંબલી ગામમાં ત્રણ દિવસ પહેલા જોવા મળેલા દિપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવતા દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.

આંબલી ગામના પટેલ ફળિયામાં અવાર નવાર દિપડો દેખાતો હતો. જેને લઈને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળતો હતો. તાજેતરમાં ત્રણ દિવસ પહેલા ફરીવાર દિપડો દેખાતા ગ્રામજનો તેમજ સરપંચ દ્વારા વનવિભાગ તેમજ આર.એફ.ઓ.ને આ બાબતે જાણ કરી હતી. જેને ઘ્યાનમાં લઈને કોઈ મોટી દુર્ધટના ન ધટે તે માટે વનવિભાગ દ્વારા ત્રણ દિવસ પહેલા દિપડાને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતુ. જેમાં આખરે બકરાનુ મારણ કરવા આવેલો દિપડો પાંજરે પુરાયો હતો. દિપડો પાંજરે પુરાતા વનવિભાગની ટીમ સહિત ગ્રામજનોએ રાહતનો શ્ર્વાસ લીધો હતો.