ચુંટણી પૂર્વેના વહિવટદારના શાસન વચ્ચે ગોધરામાં શહેરીબાવાઓએ રસ્તાના કામો શરૂ કરવાથી પ્રજામાં આશ્ર્ચર્ય !!!

  • રસ્તાના કામોનો પ્રારંભ થઈને આગામી સમયમાં ઠેરઠેર વણઝાર જામશે.
  • અગાઉના મહિનાઓમાં ચુંટાયેલા નગર પાલિકાના સભ્યોએ રસ્તાઓ મંજૂર કરાવવા દોડધામ આદરી હતી.
  • ચોકકસ વિસ્તારમાં રસ્તા મંજૂર કરવા છેક ગાંધીનગર સુધી નેતાઓને શિરપાઉં કર્યા હતા.
  • હાલમાં ચુંટણી પૂર્વે વહિવટદારનું શાસન છતાં મંજૂરી સાથે કામોની શરૂ આત થશે.
  • જેમ જેમ આચારસંહિતા લાગુ થાય તે પૂર્વેના કાળમાં ઠેરઠેર રસ્તાઓ બનેલા જોવાશે.
  • રસ્તાઓ પૂર્ણ કરવા અધિરા બનેલા સભ્યો.
  • ચુંટણી પૂર્વે મતદારોને લલચાવવા અને રસ્તાના ઓથા હેઠળ મત માંગવાનો કિમીયો.
    -અગાઉ રસ્તાને લઈને મુશ્કેલી હોવા છતાં સુવિધા માટે ઉદાસીનતા દાખવાઈ હતી.
  • જરૂરીયાત સમયે રસ્તાનો લાભ ન આપીને હવે કામો થનાર હોવાની પ્રજામાં તરેહ તહેરની ચર્ચા.

ગોધરા,
હવે ગોધરા નગરપાલિકાની ચુંટણી પૂર્વે શહેરી બાવાઓએ નવીન રસ્તાના કામો શ‚ કરાવાયાની બૂમો ઊઠતા પ્રજામાં આશ્ર્ચર્ય વ્યાપ્યું છે.અવારનવાર માંગણી અને રજુઆત કરવા છતાં કામો હાથ નહીં ધરાતા બિસ્માર રસ્તાના પગલે અસંખ્ય લોકોને હાલાકી વેઠવી પડવા છતાં અવગણના કરાઈ હતી. તો હવે પાલિકા કેમ જાગી ? તેવા પ્રજામાં પ્રશ્ર્નાર્થો જાગ્યા છે.

છેલ્લા પાંચ વર્ષથી ગોધરા નગર પાલિકામાં ભાજપા સત્તારૂઢ હતી અને વિપક્ષોની તુલનામાં ભાજપી સભ્યોની ધાક ગણો કે શેહ-શરમ ગણો પરંતુ ધાર્યું ધણીનું થાય તે ઉકિત પ્રમાણે સૂચવેલા વિકાસના કામો જેમાં નવી રસ્તાઓની ભલામણને એકઝાટકે મંજૂરી મળી જતી હતી. ચુંટાયેલા સભ્ય હોય કે વહિવટી પાંખ બંનેને માત્ર ને માત્ર નવીન રસ્તાઓ નિર્માણ કરવામાં જ રસ દાખવ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં રસ્તા સિવાય વધુ પ્રમાણમાં અન્ય સેવા નહીવત કરાવાઈ હોવાનું ચિત્ર ઉપસેલું છે. છેલ્લા પાંચ વર્ષમાં ગોધરા નગર પાલિકાના વિવિધ વોર્ડના વિસ્તારોમાં સૌથી વધુ નવીન રસ્તાઓના જ કામો કેમ ? તેવા પ્રશ્ર્નો પ્રજામાં સામાન્ય પૂછાતા હતા.

અગાઉ ગત ચોમાસામાં કે વખતોવખત બિસ્માર બનેલા રસ્તાઓને પગલે લોકોને અવરજવર કરવામાં ભારે યાતનાઓ વેઠવી પડતા મરામત કરવાની માંગ કરવા છતા કોરોનાકાળમાં પાંચ પાંચ માસથી ઉદાસીનતા પાલિકા એ સેવતા નારાજગી છવાઈ હતી. પાંચ વર્ષની સત્તાની મુદત ડિસેમ્બરમાં પૂર્ણ થતાં ગોધરા નગર પાલિકામાં વહિવટદારનું શાસન ચાલી રહયું છે. મુદત સમાપ્તીના પૂર્વે ચુંટાયેલા સભ્યો એ દોડધામ કરીને સત્તાધીશોના શિરપાઉં કરીને મંજૂરી અપેક્ષાએ કે ગ્રાન્ટ મળ્યા સંદર્ભે રસ્તાઓની ચોકકસ વિસ્તારોમાં મંજૂર કરવાની ભલામણ કરાયેલી છે. રસ્તાના કામો મેળવવા માટે ભાજપા હોય કે વિપક્ષના સભ્યોમાં અંદરોઅંદર જાણે સ્પર્ધા જામી હતી. પેવર બ્લોક અને આર.સી.સી.રસ્તાઓની રૂ. બે લાખ ઉપરાંતથી વધુના ખર્ચાઓ કરવા હોડ જામતા સભ્યોમાં પણ મુકાયેલી દરખાસ્ત થી મનદુ:ખ થયાની ચર્ચાઓ પાલિકા વર્તુળમાં ઊઠી હતી.

છેલ્લે કામો ઉપર વહિવટ પાંખની મ્હોર વાગી ગઈ છે. તે પ્રમાણે ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારમાં નવીન રસ્તાઓની કામગીરીને લીલી ઝંડી અર્પી દેવાતા સભ્યો પણ મનોમન રાજીના રેડ થઈને હવે રાજનીતીનું હથિયાર ચુંટણી સમયે ચુંટણી જંંગમાં ઉતારવાનું નકકી થયેલ છે. ચુંટણી પંચ હાલ પોતાની રીતે નિયત સમયે ચુટણી યોજવાની કવાયત હાથ ધરાઈ રહી હોવાથી એકાદ બે માસમાં ચુંટણીના ઢોલ ઢબુકવાન છે. ત્યારે ગોધરા નગરપાલિકાની ભાજપા અને વિપક્ષના સભ્યો પણ ચુંટણી લડવા મનોમન થનગનાટ કરી રહ્યા છે. બાદમાં ચુંટણી આચારસંહિતા લાગુ પાડવામાં આવે તો ચુંટણી પરિણામ સુધી રસ્તાના કામો હાથ ધરી શકાય તેમ ન હોય તેથી રસ્તામાં રસ દાખવાયો છે.

ગોધરા શહેરમાં ઠેરઠેર રસ્તાના કામોનો પ્રારંભ કરાવાઈ રહ્યો છે. અગાઉથી નકકી કરાયેલી રણનીતિ અનુસાર સભ્યોએ દિવસો પૂર્વેના મંજૂર થયેલા રસ્તાઓના કામોનો પ્રારંભ કરાવાતા પ્રજામાં આનંદ વચ્ચે આશ્ર્ચર્ય વ્યાપ્યું છે. જ્યારે રસ્તનાની સુવિધાની જરૂરીયાત હતી. ત્યારે કામગીરી નહીં કરાઈને પ્રજાની મુશ્કેલી અંગે અનદેખી કરાઈ હતી. તો હવે ચુંટણી નજીક આવવાની હોય ત્યારે અચારસંહિતા પૂર્વે કામો સંપન્ન કરીને રસ્તાના ઓથા હેઠળ મતદારોને આકર્ષી શકે અને પ્રજાના પ્રશ્ર્નોનો ઉત્તર આપીને મત અંકે કરવાની કિમીયો અજમાવ્યો હોવાની પ્રજામાં તરેહ તરેહની ચર્ચાઓ શરૂ થઈ છે. આગામી સમયમાં ગોધરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રસ્તાઓની વણઝારરૂપે જ્યાં જશો ત્યાં નવીન રસ્તાઓ જોવા મળનાર છે. આમ, ચુંટણી નજીક આવતા ચુંટણી મૂરતીયાઓએ ઝોળીમાંથી આચારસંહિતા પૂર્વે રસ્તાઓનું અલ્લાઉદ્દીન કા જીન કાઢતા મતદાર એવા નાગરિકોમાં અનેક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે.

કામોમાં વિલંબ ગણવો કે ઝડપ ???

ચોકકસ મતદારોને લુભાવવા માટે રસ્તાઓ મંજુર કરાયેલા છે. હવે કામોનો પ્રારંભ થવા જઈ રહયો છે. તેવા સમયે પ્રજાના મનમાં શંકા છે કે ગ્રાન્ટનો અભાવ હોવાથી મહિના અગાઉના મંજૂર થયેલા કામો શ‚ કરાયા છે. કાંતો ચુટણી અનુલક્ષીને સભ્યો પૂન: ચુંટણી મેદાનમાં ઉતરનાર હોઈ અત્યાર થી રસ્તાના કામો પ્રજાને દર્શાવવા ઉતાવળીયા બન્યાના મતમતાંંતરો પ્રજામાં ચાલી રહ્યા છે. પરંતુ આગામી સમયમાં આ રસ્તાઓ કેટલા મતો મેળવી આપશે તે ચુુંટણી પરિણામ બતાવશે.