સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ

રાજકોટ,સૌરાષ્ટ્ર કચ્છમાંથી ઝડપાય છે માત્ર એક જ અઠવાડિયામાં કરોડો રૂપિયાની વીજ ચોરી ઝડપાય છે. માત્ર એક જ વર્ષમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી એટલા રૂપિયાની બીજી ચોરી ઝડપાય છે કે એટલા રૂપિયામાં તો નગરપાલિકા પોતાનું વાર્ષિક બજેટ આવી જાય. વીજ ચોરી કરનારાઓએ કેટલીક જગ્યાએ વિજ ચોરી કરવા માટે અવનવી તરકીબો અજમાવી કે જેને જોઈને સૌ કોઈ દંગ રહી જાય.

સૌરાષ્ટ્ર કચ્છમાંથી એક અઠવાડિયામાં છ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે, તેમજ માત્ર એપ્રિલ મહિનામાં જ ૨૫ કરોડથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે. તો એક જ વર્ષમાં ૨૧૮ કરોડ રૂપિયાની અધધ વીજ ચોરી ઝડપી પાડી છે. એક વર્ષમાં સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છમાં કુલ ૬૯૪૪૩૮ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા. જેમાંથી ૮૪૧૪૩ વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી. ૫૦૦થી વધુ ટીમ દ્વારા આવી જ ચોરી ડામવા માટે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કરવામાં આવ્યું હતું.

નાણાકીય વર્ષ ૨૦૨૨ – ૨૦૨૩ દરમિયાન આવી જ ચોરી ઝડપી પાડવામાં આવી હતી. યુજીવીસીએલ ટીમના નેતૃત્વમાં પશ્ર્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા અધિકારીઓ તેમજ કર્મચારીઓની બનાવેલી ટીમ ચેકિંગમાં જતી જોકે આ ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરવાની અવનવી તકનીકો પણ સામે આવી હતી. વીજ ચોરી કરનારા શકશો. ગ્રામ્ય વિસ્તારોમા મુખ્ય વીજ કનેક્શનમાંથી ડાયરેક્ટ ચોરી કરતા તો કેટલાક શકશો વીજ મીટરના મુખ્ય સિલમાં છેડછાડ કરી વીજ ચોરી કરતા કેટલાક તો આખો મીટર જ બાળી નાખી વીજ ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું હતું.

સૌરાષ્ટ્ર કચ્છમાંથી ૨૧૮ કરોડની વીજ ચોરી ઝડપાઈ.

૬૯૪૪૩૮ વીજ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા.

૮૪૧૪૩ વીજ કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાઈ હતી.

૫૦૦ ટીમ દ્વારા સૌરાષ્ટ્ર કચ્છમાં કરાયું હતું વીજ ચેકિંગ.

કેવી રીતે કરતાં વીજ ચોરી?

ખુલ્લા વિજતારમાંથી ડાયરેક્ટ પોતાનું કનેક્શન જોડીને.

મુખ્ય વીજ મીટરમાં છેલ્લા કરીને વીજ ચોરી કરતા.

કેટલાક શખ્સો આખું મીટર વીજ મીટર બાળી નાખતા.