નવીદિલ્હી,એક સગીરાના અપહરણ અને તેના પર દુષ્કર્મના આરોપીને જામીન પર છોડવાનો આદેશ આપતા સર્વોચ્ચ અદાલતે તારણ આપ્યું હતું કે ‘ટીન-એજ’નો લવ ‘પ્લેટોનિક’ હોય છે અને તે રોકી શકાતો નથી તેની અદાલતોએ આ પ્રકારના દરેક કેસમાં જે તે કેસની હકીક્ત (તથ્યો) અને પરીસ્થિતિના આધાર પર આરોપીની જામીન અરજી મંજુર કે નામંજુર કરવાની રહેશે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સ્વર્ણકાંતા શર્માએ તેમના આ આદેશમાં નિરીક્ષણ વ્યક્ત કરતા કહ્યું કે ટીન એજ છોકરા-છોકરીઓ ફિલ્મો અને તેની સ્ટોરી ઉપરાંત જે રોમાન્ટીક સંસ્કૃતિ હાલ પ્રવર્તે છે તેની નકલ કરવાની કોશીશ કરે છે અને તેઓ આ સંબંધમાં કાનુનો કે પછી સહમતી જેવા મુદાઓથી તેઓ અજાણ હોય છે દુષ્કર્મના ટીનએજ આરોપીને જામીન અપાતા સમયે રસપ્રદ વિશ્લેષણ: બન્ને નાદાનીમાં ‘દિલ’ દઈને બેઠા હતા: સંબંધો સહમતીના હતા અથવા તેઓને તે રોકી શક્તા નથી અને તેથી ટીન એજમાં જે આકર્ષણ અને ‘પ્રેમ’ છે તેમાં તેમના જીવનની વાસ્તવિક સ્થિતિની પુષ્ટ ભૂમિકા જોવી જોઈએ તેથી તેઓના ઈરાદા અને આકર્ષણને સમજી શકાશે. ફક્ત કોપી બુક સ્ટાઈલથી જવું જોઈએ નહી. નહીતર આ પ્રકારના કેસમાં નિર્દોષ કિશોરને જેલ કે બાળ સુધાર ગૃહમાં મોકલવાથી તેની માટે ખરાબ સ્થિતિ સર્જાય છે અને આ ચુકાદામાં ન્યાયમૂત શર્માએ કહ્યું કે જેલમાં આ પ્રકારના કેસમાં આરોપીને બંધ કરવાની તેના માનસિક શારીરિક સ્વાસ્થ્યને પણ અસર થશે.
આ કેસમાં આરોપી છોકરા વતી અદાલતમાં જણાવ્યું કે બન્નેને ટીનએજ આકર્ષણ જેને ‘પ્રેમ’ કરે છે તેવા સંબંધો હતા અને તેથી જ છોકરી સહમતીથીજ આ ટીનએજ છોકરા સાથે દિલ્હી બહાર ગઈ હતી. પોલીસે કહ્યું કે છોકરીની ઉમર ૧૬ વર્ષ છે તેથી તેમાં સહમતીનો પ્રશ્ર્ન જ નથી પણ ખુદ છોકરી અદાલતમાં રજુ થઈ અને તે પોતાની મરજીથી યુવક સાથે ગઈ હતી અને જે કંઈ સંબંધ બાંધ્યા તે પણ સહમતીના હતા. સુપ્રીમ કોર્ટે સુનાવણીમાં કહ્યું કે ટીનએજમાં જે ‘દિલ’ દઈ બેસવાની વૃતિ છે તેમાં તેઓ ખોટા હોઈ શકે છે પણ તેઓ જે રીતે ટીનએજ આકર્ષણ અને ‘પ્રેમ’માં છતા તમે અદાલતો નિયંત્રીત કરી શકે નહી અને તેથી આ પ્રકારના કેસમાં જામીન તબકકે જ બન્નેની પુષ્ટભૂમિ પર જોવી જોઈએ.