ગોધરા-દાહોદ હાઈવે ને પહોળો કરવાની કામગીરી વચ્ચે રોડની મધ્યમાં ડીવાઈડર ઉભા કરતાં અકસ્માતનો ભય : રોડની કામગીરી જલ્દી પુરી કરવા રજુઆત

પ્રતીકાત્મક ફોટો

ગોધરા,
ગોધરા શહેરના દાહોદ હાઈવે રોડ પ્રભા બ્રીજ થી મુનલાઈટ સિનેમા , વાવડી બુર્ઝગના હાઈવે માર્ગને પહોળો કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં રોડ સાઈડોની અધુરી કામગીરી વચ્ચે ડિવાઈડર બનાવી દેવામાં આવતાં વાહન ચાલકોને અગવડ ઉભી થવા પામી છે. આ બાબતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જીલ્લા કલેકટરને રજુઆત કરાઈ.

ગોધરા શહેરના દાહોદ હાઈવે રોડ ઉપર પ્રભા પુલને તેમજ રસ્તાને પહોળો ફોર લેન્ડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. પ્રભારોડ થી મુનલાઈટ સિનેમા, વાવડી બુઝર્ગ સુધીના માર્ગની બન્ને સાઈડો પહોળી કરવામાં આવી રહી છે. આ સાઈડોમાં કપચી પાથરીને પહોળો કરવામાં આવ્યો છે. રોડની બન્ને સાઈડોના વૃક્ષો તેમજ સ્ટ્રીટ લાઈટના થાંભલા હટાવી દેવામાં આવ્યા છ.ે જેને લઈ પ્રભા પુલ થી મુનલાઈટ સિનેમા સુધીના રોડ ઉપર અંધારપટ જોવા મળી રહયો છે. તેમાં પણ રોડની અધુરી કામગીરી વચ્ચે રોડ ઓથોરીટીના કોન્ટ્રાકટર દ્વારા રોડની મધ્યમાં ડીવાઈડર બનાવી દેવામાં આવ્યા છે. જેને લઈ અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. રોડ સાંકડો થઈ જતાં વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ત્યારે પ્રભા બ્રીજ થી મુનલાઈટ સિનેમા સુધીના રોડની કામગીરી ઝડપી પુરી કરવામાં આવે તેવી માંગ સાથે જીલ્લા કોંગ્રેસના પ્રમુખ અજીતસિંહ ભાટી દ્વારા કલેકટરને રજુઆત કરવામાં આવી છે.