છેલ્લા લાંબા સમયથી સતત વિવાદોમાં ફસાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની વિદાય હવે નક્કી માનવામાં આવી રહી છે.

રાજકોટ,સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે જાણે કે વિવાદોની પર્યાય બની ગઈ હોય તેવી સ્થિતિ ઉભી થઈ છે. અહીં એક બાદ એક નવા વિવાદો સામે આવ્યાં જ કરે છે. ત્યારે હવે ફરી એક નવો વિવાદ સામે આવતા હડકંપ મચ્યો છે. કોલેજમાં ચોરી, ભરતીમાં ભ્રષ્ટાચાર સહિત અનેક વિવાદોના પડઘા પડ્યાં છે. જેને કારણે ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ સમાચારોની હેડલાઈનમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા લાંબા સમયથી સતત વિવાદોમાં ફસાયેલી રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિની વિદાય હવે નક્કી માનવામાં આવી રહી છે.

આ યુનિવર્સિટીના નવા કુલપતિ માટે ગુજરાત સરકાર નવા નામો શોધી રહી છે. ગુજરાત સરકાર દ્વારા આ પદ માટે ત્રણ સિનિયર નામો મંગાવી લેવાયા છે. આમ વિવાદો વચ્ચે રહેલી સૌરાષ્ટ્ર યુનિ.ના કાર્યકારી કુલપતિ ભીમાળીને હટાવવા માટે ભાજપની એક લોબી સક્રિય બની છે અને આ અંગે રાજય સરકારમાં થયેલી ફરિયાદો બાદ હવે યુનિ.ના કાર્યકારી કુલપતિ પદેથી ગીરીશ ભીમાશી રવાનગી નક્કી માનવામાં આવે છે.

લાંબા સમયથી વિવાદોમાં સપડાયેલી સૌરાષ્ટ્ર યુનિર્વસિટીનો  મુદ્દે સરકાર હવે કડક પગલાં લેવાના મુડમાં છે. જેને કારણે હાલના કુલપતિ ભીમાણીને ઘરભેગા કરાય તેવી સંભાવના છે. એટલું નહીં તેમના સ્થાને નવા કુલપતિ તરીકે સરકારે ૩ સિનિયર ડીનના નામો મંગાવ્યાં છે. જેના પગલે હવે આ વિશ્ર્વ વિદ્યાલયમાં નવા કુલપતિ નિમાવાનું કાઉનડાઉન શરૂ થવા પામ્યું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના  વર્તુળોમાંથી જાણવા મળ્યા મુજબ નિલામ્બરીબેન દવે, સંજયભાઈ ભાયાન્ની સહિત ત્રણ ડીનના નામો રાજય સરકારને મોકલી આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર યુનિ. સંલગ્ન જામનગરના નાધેડીની સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજનું પરીક્ષા ચોરી કૌભાંડ ખુલતા ઉચ્ચ શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. આ સંસ્થામાં ટ્રસ્ટી પદે કાર્યકારી કુલપતિ ડો.ભીમાણી હોવાનું ખુલ્યુ હતું. પરંતુ ત્યારબાદ આ કોલેજની વેબસાઇટ પરથી કોલેજના ટ્રસ્ટીઓમાંથી ભીમાણીનું નામ એકાએક હટાવી લેવામાં આવ્યું હતું. જામનગરના નાધેડીની આ સ્વામિનારાયણ ગુરૂકુલ કોલેજનું પરીક્ષા ચોરી કૌભાંડ ખુલતા રાજય સરકાર દ્વારા પણ તાબડતોબ યુનિવર્સિટી પાસેથી રીપોર્ટ મંગાવાયા છે.

તાજેતરમાં યુનિ.ના વિવિધ ભવનોના અધ્યાપકોની થયેલી ભરતીમાં પણ ગેરરીતિ અને લાગવગ શાહી આચરાયાનું ખુલતા સિન્ડીકેટમાં પણ આ મામલે વિરોધ ઉઠયા બાદ રાજપ સરકારને અહેવાલ મોકલી આખરી નિર્ણય રાજય સરકાર પર છોડવામાં આવ્યો છે.