પાક.ની હિંસામાં આરએસએસ અને ભાજપનો હાથ છે : વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સહાયક

ઇસ્લામાબાદ,પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની ધરપકડ બાદ પીટીઆઈના કાર્યકરો અને સમર્થકો દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. બીજી તરફ મંગળવારથી પાકિસ્તાનમાં હિંસા રોકવામાં નિષ્ફળ રહેલી શાહબાઝ સરકાર વિચિત્ર દાવા કરી રહી છે. વડાપ્રધાન શાહબાઝ શરીફના વિશેષ સહાયક અત્તા તરારે દાવો કર્યો છે કે આ હિંસામાં આરએસએસ અને ભાજપનો હાથ છે અને તેઓએ ભારતમાંથી એવા લોકોને મોકલ્યા છે જેઓ પાકિસ્તાનમાં તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે.

અત્તા તરારે એક મીડિયા બ્રીફિંગમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે જે લોકો તોડફોડ અને આગચંપી કરી રહ્યા છે તેઓ ભારતમાંથી આરએસએસ અને ભાજપ દ્વારા મોકલવામાં આવેલા લોકો છે. તરારે કહ્યું કે વિરોધ પછી ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ અને આરએસએસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી, મીઠાઈઓ વહેંચવામાં આવી હતી. તેમણે કહ્યું કે જે કંઈ પણ થયું છે તે આરએસએસના ઈશારે થયું છે.

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાનની મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડથી સમગ્ર દેશમાં અશાંતિ અને હિંસક અરાજક્તા ફેલાઈ ગઈ છે.

વિરોધીઓએ રાવલપિંડીમાં જનરલ હેડક્વાર્ટર તરફ જતા રસ્તાઓ પર ટાયર સળગાવ્યા અને ઇંટો અને બ્લોક્સ ફેંક્યા, જ્યારે અન્ય લોકોએ ય્ૐઊ ના મુખ્ય દરવાજા પર પથ્થરો અને ઇંટો ફેંકી. પીટીઆઈ સમર્થકોએ ઈસ્લામાબાદ, લાહોર, કરાચી, પેશાવર અને દેશભરના અન્ય મોટા શહેરોમાં મુખ્ય હાઈવે બ્લોક કરી દીધા હતા. પીટીઆઈ સમર્થકોનો ગુસ્સો સેના સાથે સંકળાયેલી ઓફિસો અને ઘરો પર વધુ બહાર આવ્યો હતો. તેઓએ રાવલપિંડીમાં સૈન્ય-નિયંત્રિત વિસ્તારોમાં ય્ૐઊ તરફ કૂચ કરવાનું શરૂ કર્યું. સમર્થકોનું માનવું છે કે સેનાએ સત્તાધારી પીડીએમ (પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ) સરકાર સાથે ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવા માટે કાવતરું ઘડ્યું હતું. ધીમે ધીમે વિરોધ વધુ હિંસક બન્યો.

આ દરમિયાન પ્રદર્શનકારીઓએ પોલીસના વાહનોમાં તોડફોડ કરી હતી અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડરના આવાસ પર પણ હુમલો કર્યો હતો. ઈંટો, પથ્થરો અને લાકડીઓ વડે અનેક વાહનોને નુક્સાન થયું હતું. જણાવી દઈએ કે હાલમાં કોર્ટે ઈમરાન ખાનને ૮ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલી દીધો છે. પીએમ શાહબાઝ શરીફે પણ ઇમરાનના સમર્થકો પર હુમલો કર્યો અને તેમને આતંકવાદી કહ્યા હતા.