હાઈકોર્ટના ચુકાદાનું પાલન કરી લધુત્તમ વેતન વધારાની રજૂઆત રૂ.૧૪,૮૦૦ વેતન ચુકવવાની માંગ સંદર્ભે ગોધરામાં આંગણવાડી કાર્યકરોની રેલી બાદ કલેકટરને આવેદનપત્ર

  • લોક જન શક્તિ પાર્ટી,જન શક્તિ મજદૂર સભા પંચમહાલ હેઠળ કાર્યક્રમ.
  • આશાવર્કર, એમ.પી.એચ.ડબલ્યુ., એફ.એચ.ડબલ્યુ., આંગણવાડી કેન્દ્રોના સહિતના વિવિધ વિભાગના કર્મચારીઓને ઉચ્ચત્તમ પગાર આપવા માંગ.
  • વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓનું કરાતું આર્થિક શોષણ.
  • દિવસ-રાત ફરજ બજાવવા છતાં સરકાર દ્વારા જ અન્યાય.
  • કામની સરખામણીમાં ઓછું વેતન અપાતા નારાજગી.
  • ગોધરામાં ૧૫૦ જેટલી આંગણવાડી કાર્યકરો એકત્રીત થયા.
  • કોન્ટ્રાકટ પ્રથા રદ કરી વેતન વધારો હાલના કર્મચારીઓને લાભ આપો.
  • સમયસર ચુકવણી નહીં કરાય તો વિભાગીય વડાની દંડનિય વ્યાજ સાથે ચુકવણી કરવાની જવાબદારી નકકી કરાયેલી હોવા છતાં અમલીકરણ માટે ઉદાસીનતા.

પંચમહાલ જીલ્લાની આંગણવાડીની ૧૫૦ જેટલી મહિલા કાર્યકર્તાઓએ પોતાની લધુતમ વેતન વધારો રૂ.૧૪,૮૦૦/-વેતન ચુકવવાની માંગ સંદર્ભે હાઈકોર્ટના હુકમનો પાલન નહી થ તા નારાજગી વ્યકત કરતું આવેદનપત્ર ગોધરામાં રેલી સ્વરૂપે નીકળીને કલેકટરને સુપ્રત કર્યું હતું. જોકે અન્ય વિભાગોના કર્મચારી તથા કરાર આધારીત કર્મચારીઓના વેતન વધારાની માંંગ કરાઈ હતી. કોર્ટના હુકમનું પાલન તથા પરિપત્રનો અમલીકરણ કરવા પણ જણાવ્યુું હતું.

પંચમહાલ જિલ્લાની આંગણવાડી ની ૧૫૦ જેટલી મહિલા કાર્યકરો એ લોક જન શક્તિ પાર્ટી, જન શક્તિ મજદૂર સભા, પંચમહાલના ઝોનલ પ્રેસિડેન્ટ અશોકભાઈ પરમાર ની આગેવાની અને નેજા હેઠળ રાજ્યપાલને ઉદ્દેશીને પંચમહાલ જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપી પગાર વધારા તેમજ મહેનતાણામાં વધારો કરી આપવાના મામલે રજુઆત કરી હતી. જેમાં આંગણવાડીની મહિલા કર્મચારીઓ એ જણાવ્યું હતું કે જિલ્લાના આંગણવાડી કર્મચારીઓને પગાર ધોરણ માં મળવાપાત્ર લઘુતમ પગાર ધ્યાને લઇ તે મુજબ ફિક્સ પગાર રૂ.૧૪,૮૦૦ ચુકવવામાં આવે. અને આ ફિક્સ પગાર તરીકે ગણવામાં આવે. ઉપરોક્ત વિષયમાં જણાવવામાં આવેલા કર્મચારીઓ ના મહેનતાણામાં વધારો કરવા કોર્ટ ના હુકમ થી સરકાર ના વિવિધ વિભાગીય કચેરીઓમાં જાણ કરવામાં આવેલી હોવા છતાં પણ આરોગ્ય વિભાગના ડોકટર, એમ.પી.એચ.ડબ્લ્યુ, એફ.એચ.ડબ્લ્યુ, આંગણવાડીના કાર્યકરો ને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓ ને રક્ષક દળના કર્મચારીઓ ને, આશા વર્કર, આશા ફેસિલેટર શૈક્ષણિક વિભાગના કર્મચારીઓ તેમજ અન્ય તમામ કરાર આધારિત નોકરી કરતા કર્મચારીઓને પરિપત્રના અનુસંધાનમાં સરકાર ના લાગતા વળગતા કચેરીના કર્મચારીની સેવાના બદલામાં વેતન વધારો કરી ચૂકવશો.

આ પરિપત્રના અમલ કરવામાં સરકાર દ્વારા આપવામાં આવેલા કોન્ટ્રાકટ રદ કરવા પણ ભલામણ કરવામાં આવે છે કે જે કરાર માં ભારતીય બંધારણ નું ખંડન કરી માત્ર ને માત્ર શોષણ અને ભ્રષ્ટાચાર જ થતા હોવાથી તે રદ કરવા પણ અરજ કરવામાં આવી હતી.ત્યારે તફાવત ની ચુકવણી કરવામાં નહીં આવે તો તેના ઉપર ૬% વ્યાજ ચૂકવવાનો નામદાર હાઇકોર્ટ નો હુકમ છે. તે જોતા જો કોઈ વિભાગ/ખાતાના વડા કે કચેરી દ્વારા સમયસર ચુકવણી કરવામાં નહીં આવે તો દંડનીય વ્યાજ માટે સંબંધિત અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે. તેમજ નિયત થતો ફિક્સ પગાર હવે પછી દર માસે નિયમિત રીતે ચૂકવાય તેમ પણ માંગણી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું હતું કે, એક જ વિષયમાં વારંવાર જાહેરહિત વિવાદ દાખલ કરીને કોર્ટનો સમય બરબાદ ન થાય અને કર્મચારીઓના હિતમાં પરિપત્રનો ચુસ્તપણે અમલ કરવા જણાવ્યું હતું.

ચુકાદાના પાલન અંગની સુચનાઓ…

સરકારની કચેરીઓ ખાતે ફરજ બજાવતા આવા અંશકાલીન કર્મચારીઓ કે જેઓ તા .૦૧/૦૧/૨૦૧૮ ના રોજ કે ત્યારબાદ ફરજો બજાવતા હોય તેઓને તા:-૧/૧/૨૦૧૯ ની અસરથી વર્ગ- ૪ ના પગાર ધોરણ માં મળવાપાત્ર લઘુતમ પગાર ધ્યાને લઈને તે મુજબ ફિકસ પગાર રૂ.૧૪,૮૦૦/- ચુકવવાનો રહેશે. ઉકત રકમ ઉપર મોંઘવારી ભથ્થુ કે અન્ય કોઈપણ પ્રકારના ભથ્થા મળવાપાત્ર રહેશે નહી. કોર્ટ કેસ સાથે સંકળાયેલ પીટીશન રોને આ લાભ આપવાના રહેશે તે સિવાયના સચિવાલયના આ પ્રકારના કોઈ અંશકાલીન કર્મચારીઓ હાલ સેવામાં ચાલુ હોય તો તેની સંબંધીત કચે રીએ જ‚રી ચકાસણી કરી ઉકત લાભ તેઓને મળવાપાત્ર થતો હોય તો નાણાં વિભાગના પરામર્શમાં તાત્કાલીક કાર્યવાહી કરવાની રહેશે.

તા .૨૫/૪/૨૦૧૨ ના ઠરાવની સુચના મુજબ જો કોઈ અંશકાલીન કર્મચારીને છુટા ક૨વામાં આવેલ હોય તો જો તેઓ વય નિવૃત્તિ મર્યાદા વટાવી ગયેલ ન હોય તો તેમને સેવામાં પરત લેવાના રહેશે તેમણે પણ તા. ૧/૧/૦૧૯ થી આ ફિકસ પગા૨નો લાભ આપવાનો રહેશે. તા.૨૨/૭/૨૦૧૯ સુધીમાં તફાવતની ચુકવણી કરવામાં નહી આવે તો તેના પર ૬ ( છ ) ટકા વ્યાજ ચુકવવાનો હાઈકોર્ટનો હુકમ છે તે જોતા, જો કોઈ વિભાગ/ ખાતાના વડા કચેરી દ્વારા સમયસર ચુકવણી કરવામાં નહી આવે તો દંડનીય વ્યાજ માટે સંબંધીત અધિકારીઓની જવાબદારી નકકી કરવાની રહેશે. આ પ્રકારે નિયત થતો ફિકસ પગાર હવે પછી દર માસે નિયમીત રીતે ચુકવાય તે માટે વડાને જણાવવામાં આવે છે.