મોરવા(હ)ના મોરા ગામના બજારમાં ટ્રાફિકની સમસ્યાથી વાહન ચાલકો પરેશાન

ગોધરા,મોરવા હડફના મોરા ગામ ખાતે આજુબાજુના દસ ઉપરાંત ગામના લોકો અહીં જીવન જરૂરિયાત સહિતની અન્ય ચીજ વસ્તુઓની ખરીદી માટે આવતા હોય છે, જ્યારે મેઈન બજાર માંથી મેત્રાલ ગામ તરફના રસ્તા પર છાશવારે ટ્રાફિક સમસ્યા સર્જાતી હોય છે. આ રસ્તો ધીમે ધીમે સાંકડો બનતો જવા સાથે આડેધડ વાહનો વાહન ચાલકો મૂકી દેતા હોવાથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડતી હોય ત્યારે સંબંધિત તંત્ર ટ્રાફિક સમસ્યા માંથી વાહન ચાલકોને છુટકારો મળે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી છે. હાલ તો આ ટ્રાફિક સમસ્યા થી પસાર થતા વાહન ચાલકો માટે માથાના દુ:ખાવા સમાન બની જવા પામી હતી.