દાહોદ જીલ્લાના 76 ગામના 168 લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને 9781 આવાસોના ખાતમુહુર્ત કરાશે

દાહોદ,પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ) અંતર્ગત તા.12/05/2023 ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર મુકામે વડાપ્રધાનના વરદ્દહસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધા સભર આવાસોના ઈ-લોકાર્પણ, ઈ- ખાતમુહુર્ત અને લાભાર્થીઓ દ્વારા બનાવેલ આવાસોના ઈ- ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન દ્વારા કુલ રૂ. 1946 કરોડના 42,441 આવાસોના ગૃહપ્રવેશ, ખાતમુહુર્ત અને લોકાર્પણ થશે. આ કાર્યક્રમને સમાંતર દાહોદ જીલ્લાના 76 ગામના 168 લાભાર્થીઓનો ગૃહપ્રવેશ અને 9781 આવાસોના ખાતમુહુર્ત પણ કરવામાં આવશે.

દાહોદ જીલ્લામાં વર્ષ 2016-22 સુધીમાં કુલ 92306 આવાસો મંજૂર કરવામાં આવ્યા હતા. જેની સામે 92292 (98.90%) આવાસો પૂર્ણ કરવામાં આવ્યા છે. તેમજ વર્ષ 2022-23 માં કુલ 11604 આવાસો મુંજર કરેલ છે. જેની સામે 11270 (97.12%) લાભાર્થીઓને પ્રથમ હપ્તો રૂ. 3000/- આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જો લાભાર્થી પોતાનું આવાસ 6 મહિનાની મર્યાદા માં પૂર્ણ કરશે તો તેઓને રાજ્ય સરકાર તરફ થી રૂ.20000/- વધારાની ની પ્રોત્સાહક રકમ આપવામાં આવે છે.