ગોધરા બામરોલી રોડ મેહુલીયા જવાના રોડ ઉપર બાઈકની ઓવરટેક કરવા જતાં બાઈક રોડ ઉપર પડતાં બાઈક ચાલકનું મોત

ગોધરા,ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર ઇન્ડીયન ઓઈલના પેટ્રોલ પંંપ સાથે બાઈક ચાલક અન્ય બાઈકની ઓવરટેક કરવામાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવી રોડ ઉપર પડી જતાં ગંભીર ઈજાઓ થવાથી ચાલકનું મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરાથી મેહુલીયા જતા રોડ ઉપર પેટ્રોલ પંંપ પાસેથી બાઈક નં.જીજે.17.સીબી.2089ને લઈને જતાં ચાલકે આગળ ચાલતી બાઈકની ઓવર ટેક કરવા જતાં હતા. દરમિયાન આગળ ચાલતી બાઈક સાથે અથડાતા બાઈકના સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવી રોડ ઉપર પડતાં બાઈક ચાલક લલીતભાઈ સરદારભાઈ પટેલ ઉ.વ.21 (રહે. પસનાલ, શહેરા)ને ગંભીર ઈજાઓ થતાં મોત નિપજાવા પામ્યું. જ્યારે પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ થવા પામી આ બાબતે એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.