હાલોલના ધારાનગર ખાતે ઈલેકટ્રીક કામ કરતાં ધોધંબાના વાવના યુવાનને કરંટ લાગતા મોત

હાલોલ,હાલોલ ધારાનગરમાં 25 વર્ષીય યુવાન ઈલેકટ્રીકનું કામ કરતાં હોય તે દરમિયાન કરંટ લાગતા મોત નિપજાવા પામ્યું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે હાલોલના ધારાનગર ખાતે અજય અરવિંદભાઈ રાઠવા ઉ.વ.25 (વાવ, ધોધંબા) ઈલેકટ્રીકટની કામગીરી કરતાં હોય દરમિયાન કરંટ લાગતાંં નીચે પડી જતાં મોત નિપજાવા પામ્યું. આ બાબતે હાલોલ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંંધાઈ.