નવીદિલ્હી,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દેશના પ્રખ્યાત પૂનાવાલા પરિવારના જવારેહ સોલી પૂનાવાલાની મુંબઈના મોકોના સ્થળોએ આવેલી ત્રણ મિલક્ત જપ્ત કરી છે, જેની કિંમત લગભગ રૂ. ૪૧.૬૪ કરોડ છે.
જવારેહ સીરમના સ્થાપક સાઈરસ પૂનાવાલાના ભાઈ છે, જે સીરમ ઈન્સ્ટિટ્યુટના ડિરેક્ટર પણ છે. તેમની સામે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા)ના ઉલ્લંઘનનો આરોપ છે. પનામા પેપર્સ લીકમાં પણ તેમનું નામ સામે આવ્યું હતું. જવારેહ પર આરોપ છે કે તેણે વિદેશમાં નાણાં મોકલવા નિર્ધારિત લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમનો દુરુપયોગ કર્યો.
એલઆરએલ હેઠળ મહત્તમ રૂ. ૨.૫ લાખ ડોલર વિદેશ મોકલી શકાય, જેની આરબીઆઈને જાણ કરવી પડે છે. પૂનાવાલા અને તેના પરિવારજનોએ આ નાણાનું બ્રિટિશ વજન ટાપુઓ સ્થિત મેસર્સ સ્ટેલાસ્ટ લિ.માં રોકાણ કર્યું હતું.
આઈપીએલ ૨૦૧૫ સટ્ટાબાજીના રેકેટ અને મની લોન્ડરિંગ મુદ્દે ક્રિકેટ બુકી અનિલ જયસિંઘાણીના વિવિધ ઠેકાણે ઈડીએ દરોડા પાડ્યા હતા. ઈડીએ થાણેના ઉલ્હાસનગર અને મુંબઈના કેટલાંક સ્થળે તેના ઠેકાણે તપાસ કરી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસને લાંચ આપવા અને બ્લેકમેલ કરવાના આરોપમાં મુંબઈ પોલીસે જયસિંઘાણી અને તેની પુત્રી અનિક્ષાની ધરપકડ કરી હતી.