બેઇજિંગ,ઓટ્ટાવાએ કેનેડિયન ધારાસભ્ય અને તેના પરિવાર સામે કથિત રીતે ધમકીઓ આપવા બદલ ચીનના કોન્સ્યુલર અધિકારીને દેશ છોડવાનો આદેશ આપ્યા બાદ ચીનમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેનેડાના આ કૃત્યનો બદલો લેતા ચીને કેનેડિયન રાજદ્વારીને દેશ છોડવાની સૂચના આપી છે. ચીને કેનેડિયન ધારાસભ્ય અને તેના પરિવારને કથિત રીતે ધમકી આપવા બદલ દેશના ચીની વાણિજ્ય દૂતાવાસના એક અધિકારીને રજા પર જવાના આદેશના જવાબમાં કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢવાની જાહેરાત કરી છે.
અગાઉ, કેનેડાએ મંગળવારે કહ્યું હતું કે વડા પ્રધાન જસ્ટિન ટૂડોની સરકાર એક ચીની રાજદ્વારીને હાંકી કાઢી રહી છે કે જેના પર કેનેડાની જાસૂસી સંસ્થાએ હોંગકોંગમાં વિપક્ષી ધારાસભ્ય અને તેમના પરિવારના સભ્યોને ધમકી આપવાના કાવતરામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો છે. કેનેડામાં એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ટોરોન્ટોમાં પોસ્ટેડ રાજદ્વારી ઝાઓ વેઈ પાસે દેશ છોડવા માટે પાંચ દિવસનો સમય છે.